ગોધરાઃ દાહોદમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક લોકો પર મધ માખીઓના ઝુંડે હુમલો કર્યો હતો. જેમાં 15થી 20 લોકોને મધમાખીઓ કરડી જતા હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ આવી ગઈ હતી. ડીજેના તાલે જાન નીકળી હતી ત્યારે ડીજેના અવાજથી મધપૂડો છંછેડાયો હતો. જેના કારણે આક્રમક બનેલી મધ માખીઓએ લોકોને નીશાન બનાવ્યા હતા. લોકોમાં રીતસર દોડધામ મચી ગઈ હતી. લોકોને ડંખ પણ પાકી ગયા હતા તેવા ભયંકર ડંખ માર્યા હતા. જ્યાં ડીજે તો એક તરફ રહ્યું લોકોએ બુમરાણ મચાવવાનો વારો આવ્યો હતો.
ADVERTISEMENT
ધનુર ઈન્જેક્શન આપ્યા
દાહોદમાં ગરબાડાના પાંદડી ખાતે જાનૈયાઓમાં ડીજે પર નાચવું ભારે પડી ગયું હતું. ડીજે ના વાઇબ્રેશનને કારણે મધપૂડો છંછેડાયો હતો અને મધમાખીઓ ઉડી હતી. જે લોકો વરઘોડામાં ડાન્સ કરતા હતા તેઓની ઉપર મધમાખી હુમલો કર્યો હતો. 20 જેટલા જાનૈયાને મધમાખી ડંખ માર્યા હતા. આ લોકોને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મધમાખીઓનો હુમલો એટલો ભયંકર હતો કે જે લોકોને ડંખ પાક્યા હતા તે લોકોએ બૂમાબૂમ કરી દીધી હતી. જે લોકોને સામાન્ય ડંખ વાગ્યા હતા તે કાઢ્યા બાદ ધનુર ઈન્જેક્શન આપી રજા આપી હતી પરંતુ 6 જેટલા જાનૈયાઓ ગંભીર હોવાની વાત આવી છે.
(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT