ગાંધીનગરઃ શિક્ષકોને આદેશ, 1 કલાક વધુ ભણાવો, જાણો કેમ?

ગાંધીનગરઃ ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓ માટે શિક્ષણાધિકારીએ એક મહત્વનો આદેશ કર્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને વધુ એક કલાક શ્રમદાન કરવું પડશે. હવેથી શિક્ષકોને બાળકોને વધુ…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓ માટે શિક્ષણાધિકારીએ એક મહત્વનો આદેશ કર્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને વધુ એક કલાક શ્રમદાન કરવું પડશે. હવેથી શિક્ષકોને બાળકોને વધુ એક કલાક ભણાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે તેની પાછળનું કારણ તંત્રએ એવું આપ્યું છે કે, મહામારીના સમય દરમિયાનમાં બાળકોના ભણતર પર ઘણી અસર પડી છે તેથી એક કલાક વધારે દરરોજ ભણાવવામાં આવે અને અભ્યાસ ક્રમ સુવ્યવસ્થિત રીતે પુરો થઈ શકે.

પાટણમાં હિટ એન્ડ રનની દર્દનાક ઘટના, દીકરીને ઘરે જતા દંપતીનું ઘટનાસ્થળે મોત

કોણે કર્યો આ આદેશ?
ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ના શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક આદેશ આપ્યો છે. જે આદેશ પ્રમાણે હવે શિક્ષકોએ શાળામાં વધુ એક કલાકનો સમય ફાળવીને બાળકોને ભણાવવા પડશે. આવું કરવા પાછળનો હેતું એવો દર્શાવાયો છે કે, કોરોનાને કારણે બાળકોના અભ્યાસ પર જે અસર પડી છે તેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. એક કલાક વધુ સમય ફાળવીને બાકી રહેલો અભ્યાસ સારી રીતે પુરો થાય તે જ માત્ર આ નિર્ણય પાછળનો હેતુ હોવાનું કહ્યું છે. તેમાં પણ ખાસ જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિના સુધી જ એક એક કલાક વધારે ફાળવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી એન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ બાળકોના ભાવીને ધ્યાનમાં રાખીને શિક્ષકોને બે મહિના સુધી એક કલાક વધારે શાળામાં આપવા માટે કહેવામાં આવ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp