હેતાલી શાહ.નડિયાદઃ પોલીસે શૈલેષ જાદવ વિરુદ્ધ વધુ એક FIR નોંધી છે. જેણે કથિત રીતે જવાનની પુત્રીનો વીડિયો વાયરલ કર્યો હતો. ખેડા પોલીસે BSF જવાનની પુત્રીનો વીડિયો વાયરલ કરનાર શૈલેષ જાધવ વિરુદ્ધ FIR નોંધી છે. શૈલેષ જાદવે જ આ વીડિયો સર્ક્યુલેટ કર્યો હતો. હાલ શૈલેષ જાધવ ફરાર છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શૈલેષ જાદવ ઘટના પહેલા જ નાસી ગયો હતો અને હજુ પણ તે ફરાર છે. પોલીસે શૈલેષ જાધવ વિરુદ્ધ IT અને POCSO એક્ટની કલમો હેઠળ FIR નોંધી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક બીએસએફ જવાન શૈલેષ જાધવને જ મળવા માંગતા હતા પરંતુ તે હાજર ન હતો. અત્યાર સુધી જાદવ આ મામલે વોન્ટેડ છે. BSF જવાન મેલજીભાઈ વાઘેલાની હત્યાના કેસમાં જાધવના પરિવારના સાત સભ્યોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો….
મહિસાગરઃ ભાજપના કેવા ‘બહાદુર’ નેતા, દિવ્યાંગ યુવાનની કરી ધોલાઈ- Video
જુનાગઢઃ વંથલીમાં દીપડાનો વધુ એક હુમલો, બાળકી બાદ મહિલા બની શિકાર, હાઈવે પર ચક્કાજામ કર્યો
માસ્ક પહેરવું, કે ફોટો પડાવવો?- સાંસદ પૂનમ માડમ ગજબ દ્વીધામાંઃ જામનગરમાં મોકડ્રીલ કે કાર્યક્રમ?
શું હતી ઘટના..
નડિયાદ તાલુકાના ચકલાસીના સૂર્યનગરમાં રહેતા મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પોતે BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. તેમની ગામની બાજુમાં આવેલ વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ મેલજીભાઈની દિકરીનો વિડીયો બનાવી વિડીયો વાયરલ કર્યો હતો. જે બાબતે મેલજીભાઈ, તેમની પત્ની, તેમનો દીકરો નવદીપ, હનુમંતા તેમજ મેલજીભાઈનો ભત્રીજો ચિરાગ પ્રતાપભાઈ વાઘેલા આ તમામ લોકો ગત શનીવારની રાત્રે ઠપકો આપવા શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે વનીપુરા ખાતે ગયા હતા. શૈલેષ ઉર્ફે સુનિલ તો ઘરે હાજર નહોતો પણ તેમના પરિવારજનો ઘરના આંગણામાં તાપણું કરી રહ્યા હતા.દરમિયાન મેલજીભાઈએ ઠપકો કરતાં શૈલેષ ઉર્ફે સુનિલના પરીવારજનો અકળાયા અને જણાવ્યું કે તમે મારા દિકરાને ખોટો વગોવો છે. જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં શૈલેષ ઉર્ફે સુનિલના પિતા દિનેશભાઈ છબાભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ છબાભાઈ જાદવ, દાદા છબાભાઈ ચતુરભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ આ તમામ લોકો લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા તથા ભત્રીજા પર તૂટી પડ્યા હતા. જોતજોતામાં ભાવેશભાઈ ચીમનભાઈ જાદવે તેના હાથમાનું ધારીયુ મેલજીભાઈને માથાના ભાગે તથા તેમના દિકરા નવદીપને માર્યું હતુ. જેના કારણે આ બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત અન્ય લોકોએ પણ લાકડી લઈ આવી મંજુલાબેન તથા અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો. આ બાદ હુમલાખોરો ખેતરાળુ રસ્તે થઈ પલાયન થઈ ગયા હતા. જોકે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ થયેલા BSF જવાન મેલજીભાઈને તથા તેમના દિકરાને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જવાન મેલજીભાઈનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે નવદીપને વધારે ઇજા થઈ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને મરણજનાર મેલજીભાઈ વાઘેલાની પત્ની મંજુલાબેને ચકલાસી પોલીસમાં મોતને ઘાટ ઉતારનાર દિનેશભાઈ છબાભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ છબાભાઈ જાદવ, દાદા છબાભાઈ ચતુરભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 302, 307, 323, 504, 143, 147, 149 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા પોલીસે ગણતરીના કલાકોમાં સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને તમામ આરોપીઓ હાલ કોર્ટ કસ્ટડીમાં છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT