બનાસકાંઠાઃ બનાસકાંઠામાં શિક્ષણની હાલત કેટલી કથળેલી છે તેનો અંદાજ આપ આ વીડિયોમાં લગાવી શકો છો. બાળકોને ભણાવતા શિક્ષક દારુ પીને અહીં શાળામાં આવે છે અને ચિક્કાર નશામાં બોલવાના પણ હોંશ તો છોડો વ્યવસ્થિત બેસી પણ નથી શકતા. અહીં વાયરલ વીડિયોમાં તેઓને જ્યારે વીડિયો ઉતારનાર વ્યક્તિ પુછે છે કે ભણાવવાનું કે ખાલી દારુ જ પીવાનો છે. તો સાહેબ પાછા જવાબ આપે છે દારુ પીવાનો.
ADVERTISEMENT
શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ ઉઠી
દાંતા તાલુકાના જોધસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો ચિક્કાર દારુ પીધેલી હાલતનો વીડિયો વાયરલ થયો છે. નશામાં ધૂત થઈને આ શિક્ષક શાળામાં બાળકોને ભણાવવા આવે છે. બાળકો આવા શિક્ષક પાસેથી શું સારું શીખી શકે તેનો અંદાજ અહીં આવી જાય છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાઓમાં આવા શિક્ષકોને કારણે શિક્ષણની હાલત કથળેલી છે. નેતાઓ ચૂંટણી ટાણે ભલે આદિવાસી, ગરીબ, પીડિત, શોષિતોની વાત કરતા હોય પરંતુ આવા સમયે તેમની વાતો ફરી સાંભળીએ તો કાનામાં કાંટાની જેમ વાગે છે. આ વીડિયો વાયરલ થયા પછી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ ઉઠી છે. દાંતાના તાલુકા અધિકારી આવતીકાલે જોધસર શાળાની મુલાકાત પણ લેવાના છે. આ અગાઉ વગદા ક્યારે શાળા પણ આવા જ વિવાદમાં આવી ચુકી છે.
(વીથ ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT