શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ શહેરા તાલુકાના નજીકમાં આવેલા દલવાડા ખાતે એક રહેણાંક મકાન આગળ મગર દેખા દેતા દોડધામ મચી ગઈ હતી. આખરે પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાની ટીમે અને શહેરા વન વિભાગની ટીમ દ્વારા મગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આણંદઃ અમુલે દૂધ ખરીદીના ભાવમાં આપ્યો રૂ. 20 પ્રતિ કિલો ફેટનો વધારો, પશુપાલકો આનંદો
રેસ્ક્યુ કરી વિજાપુરના તળાવમાં છોડાયો
શહેરા વન વિભાગની ટીમ તથા મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી શહેરા દ્વારા અંદાજિત 5.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકાના દલવાડા વિસ્તારના ડોડીયા ફળિયામાં રહેતા પટેલ બાઘરસિંહ અખમસિંહના ઘર આંગણે 5.5 ફૂટ મહાકાય મગરે દેખા દેતા અફરા તફરી મચી જવા પામી હતી. જેના લીધે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મગર જોવા દોડી આવ્યા હતા અને તાત્કાલિક શહેરા વન વિભાગને જાણ કરતા શહેરા વન વિભાગના આર.એફ.ઓ આર.વી પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગ ટીમના ફોરેસ્ટર જેં.વી પુવાર , એમ જી ડામોર, બી ડી જરવરિયા, આર એમ રાઠોડ અને મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુટ ટ્રેનિંગ એકેડમીના મનજીત વિશ્વકર્મા દ્વારા મગરનું રેસ્ક્યુ કરીને સહી સલામત વિજાપુર વિસ્તારના તળાવમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT