સુરત: બિહારના ગેંગવોરમાં 5ને મોતને ઘાટ ઉતારનાર શખ્સોના 9મી સુધીના રિમાન્ડ મંજુર

સુરતઃ બિહારના કઠિયાર જિલ્લામાં મોહન ઠાકુર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચેના ગેંગવોરમાં પાંચ લોકોના મોત થયા હતા. બિહાર એસટીએફ, બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બિહારમાં…

gujarattak
follow google news

સુરતઃ બિહારના કઠિયાર જિલ્લામાં મોહન ઠાકુર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચેના ગેંગવોરમાં પાંચ લોકોના મોત થયા હતા. બિહાર એસટીએફ, બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બિહારમાં ગેંગવોરને અંજામ આપનાર મોહન ઠાકુર ગેંગના ચાર શાર્પ શૂટર્સને સુરત પોલીસે ઝડપી લીધા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દેવધ ચેકપોસ્ટ પરથી ધરપકડ કરીને બિહાર એસટીએફને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા દરમિયાન કોર્ટે તેમને 9મી સુધીના ટ્રાન્ઝિક્ટ રિમાન્ડ મંજુર કર્યા હતા.

કોણ છે મુખ્ય શાર્પ શૂટર્સ
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં બિહારની મોહન ઠાકુર ગેંગનો એ જ શાર્પ શૂટર છે જે 8 ડિસેમ્બર 2022ના રોજ બિહાર રાજ્યના કઠિયાર જિલ્લામાં પિંકુ યાદવ ગેંગ વચ્ચે ગેંગ વોરમાં સામેલ હતો. ગેંગ વોરમાં પાંચ લોકો માર્યા ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા પકડાયેલા મોહન ઠાકુર ગેંગના શૂટર્સમાં સુમરકુવર ફાગુકુવર ભૂમિહાર (26), ધીરજ સિંહ ઉર્ફે મુકેશ સિંહ અરવિંદ સિંહ (19), અમન સત્યેન્દ્ર તિવારી (19), અભિષેક ઉર્ફે 21. ટાઈગર શ્રીરામ રાય સામેલ છે. આ તમામ આરોપીઓ વિશે માહિતી આપતાં સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે, મોહન ઠાકુર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે ગેંગ વોરમાં 5 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાને અંજામ આપનારા મુખ્ય 4 શાર્પશૂટર્સ ઝડપાયા હતા.

દેવાયત ખવડને લઈને ફરી આવ્યા મોટા સમાચાર, હવે દેવાયતે શું કર્યું ?

ઓળખ છૂપાવી સુરતમાં રહેતા હતા
બિહાર એસટીએફને બાતમી મળી હતી કે બિહારમાં ગેંગ વોરને અંજામ આપનાર ગેંગસ્ટરો પોતાની ઓળખ છુપાવીને સુરત જિલ્લામાં રહે છે, તે માહિતીના આધારે બિહાર એસટીએફની ટીમ સુરત આવી હતી અને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર એસટીએફએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર લલિત વાગડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં છુપાયેલા ચાર શાર્પ શૂટરની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હથિયારો અને દારૂગોળા લઈને આવ્યા હતા અને લગભગ ત્રણ કલાક સુધી એકબીજાની સામે ગોળીબાર કરતા હતા. આ ગેંગ વોરમાં મોહન ઠાકુર ગેંગે પિંકુ યાદવ ગેંગના લીડર પિંકુ યાદવ સહિત અન્ય 4 લોકોની હત્યા કરીને તેમના મૃતદેહોને ગંગા નદીમાં ફેંકી દીધા હતા અને ત્યારબાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેમાંથી 4 આરોપીઓની સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ: યુવતીએ લગ્ન બાદ સંબંધ જ ન બાંધ્યો અને એક મહિના પછી એવું શરૂ કર્યું

અગાઉ પણ કરી ચુક્યા છે ગુનાઓ
બિહાર રાજ્યના કઠિયાર જિલ્લામાં મોહન ઠાકુર ગેંગ વિરુદ્ધ હત્યા, ખંડણી, હત્યાનો પ્રયાસ, લૂંટ, હુમલો વગેરે જેવા અનેક ગુના નોંધાયેલા છે. ધરપકડ કરાયેલા આરોપીઓને બિહાર લઈ જવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આરોપીઓના 09 જાન્યુઆરી 2023 સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડ બિહાર એસટીએફને સોંપવામાં આવ્યા છે.

    follow whatsapp