જામનગરઃ માતા અને માસૂમ બાળકની હત્યા કરાયેલી લાશ મળી, પોલીસે પતિની કરી ધરપકડ

જામનગરઃ જામનગરમાં હત્યાના બનાવો છેલ્લા કેટલાક સમયથી સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના હાઈવે નં 10 હોટલ પાસે મોરકંડા ઘાર વિસ્તારમાં બની…

gujarattak
follow google news

જામનગરઃ જામનગરમાં હત્યાના બનાવો છેલ્લા કેટલાક સમયથી સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના હાઈવે નં 10 હોટલ પાસે મોરકંડા ઘાર વિસ્તારમાં બની છે. અહીંથી એક મહિલા અને તેની સાથે માસુમ એવા બાળકની પણ લાશ હત્યા કરાયેલી હાલતમાં મળી આવી છે. પોલીસને સ્થળ પર પહોંચતા જ ઘટના હત્યાની હોવા ઉપરાંત હત્યામાં તેના પતિની સંડોવણી હોવાની શંકા ગઈ હતી. પોલીસે આ મામલે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

‘ધસતા’ જોશીમઠ પર મોટો નિર્ણય… તુરંત ખાલી થશે ડેંઝર ઝોન એરિયા, લોકોને ભાડે રહેવા પૈસા આપશે સરકાર

પતિની કરી ધરપકડ
જામનગરમાં મોરકંડા ઘાર વિસ્તારમાં આવેલી હાઈવે 10 નામની હોટલ પાસેથી એક માતા અને માસુમ બાળકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હોવાની વિગતો મળી હતી. લાલપુર ચોકડી પાસે હાઈવે નજીકથી મળેલી આ લાશ જોઈ કોઈનું પણ મન દ્રવી ઉઠે તેવું હતું. જાણકારી મળતા જ પંચકોષી બી ડિવિઝન પોલીસના પીએસઆઈ એમ એ મોરી અને સીટી એ ડિવિઝન સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ બી એસ વાળા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જામનગરમાં મોડી રાત્રે બનેલી ડબલ મર્ડરની ઘટનાને પગલે ભારે અરેરાટી ભર્યો માહોલ સર્જાયો હતો. માસુમ બાળક અને તેની માતાની લાશ જોઈ કરુણ ઘટનાનો અંદાજ આવી રહ્યો હતો. અહીં ઠંડીના સુસવાટા વચ્ચે પોલીસે ગણતરીની મિનિટોમાં જાણકારી મેળવી કે આ લાશમાં મૃતક માતાનું નામ શબાનાબેન અને તેમની પુત્રીનું નામ રુબીના છે. પોલીસે શંકાના આધારે તુરંત શબાનાના પતિની પુછપરછ કરી હતી. જેમાં પોલીસની શંકા પ્રબળ બનતા તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp