નીતિન ગોહેલ.ભાવનગરઃ ભાવનગરમાં એક વકીલ પરિવાર સાથે શાકભાજી લેવા ગયા ત્યારે વાહન યોગ્ય પાર્કિંગ કરવા મામલે પોલીસ સાથે માથાકુટ થઈ હતી. જે મામલાને લઈને વકીલે પોલીસ કર્મચારી પર આરોપ લગાવ્યો છે કે પોલીસ કર્મચારીએ તેમને ચાર લાફા મારવા ઉપરાંત અપશબ્દો કહ્યા છે. હવે આ મામલો અહીં ગરમ થઈ ગયો છે. પોલીસ દ્વારા વકીલ પર હાથ ઉગામવાને લઈને વાતાવરણ બગડ્યું છે અને વકીલ બિરાદરી નારાજ થઈ છે. વકીલોએ આ મામલે નારાજગી વ્યક્ત કરતા રેલી મારફતે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ આ વરિષ્ઠ વકીલ વકીલ મંડળના કારોબારી સભ્ય પણ છે, વકીલ મંડળે આ મામલે એસપીને પણ નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
ચૈતર વસાવા વિફર્યા: ખુલ્લી ધમકી આપતા કહ્યું, બસ નહીં મળે તો ડેપો બંધ કરી દેવાશે
શું બની ઘટના
ભાવનગરમાં પોલીસ દ્વારા વકીલ પર હુમલો કરાયાની ઘટના બની છે. સામાન્ય વ્યક્તિ સાથે પોલીસનો વ્યવહાર કેવો હશે તેનો અંદાજ પણ અહીં લગાવી શકાય છે. સમગ્ર ઘટના વિગતે જોઈએ તો શહેરનાં વકીલ મંડળ કારોબારી સભ્ય જયેશ મહેતા જેઓ પોતાના પત્ની સાથે શહેરનાં શિવાજી સર્કલ પાસે આવેલા શાકમાર્કેટમાં શાક લેવા આવ્યા હતા. દરમિયાન પોતાનું વાહન સેન્ટ મેરિઝ શાળા પાસે પાર્ક કરતા ત્યાં સિકયુરિટી ગાર્ડે વાહન બીજે મુકવા કહ્યું હતું. પરંતુ વાહન નડતર રૂપ નહીં હોવાથી જયેશભાઈએ વાહન ત્યાં જ રાખ્યું હતું. ત્યાર બાદ ત્યાંના ડ્યુટી પરના હોમગાર્ડ જવાનને બોલવામાં આવ્યા હતા. તેમણે પણ પહેલા જેમ જ જવાબ આપ્યો એટલે હોમગાર્ડ જવાન પોલીસને બોલાવી જેમાં શહેરનાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ASI ફરજ બજાવતા જે.જે સરવૈયા ઘટના સ્થળે આવ્યા હતા. તેમણે વકીલ જયેશ મહેતાને તુકારો કરી અને અપશબ્દ આપી કહ્યું તારી દાદાગીરી વધુ છે તેમ કહી જાહેરમાં ત્રણ ચાર લાફા લગાવી દીધા હોવાનનું અને જેમાં જયેશભાઈના ચશ્મા ફોડી નાખ્યા હોવાનું જયેશભાઈનું કહેવું છે. ત્યાર બાદ પોલીસ વકીલ જયેશ મહેતાને જીપમાં બેસાડી બી.ડિવિઝન લઈ ગયા અને ધમકી આપી કે તારા સામે લેડી પોલીસની છેડતીનો ગુનો દાખલ કરીશ. ત્યારે આજે ભાવનગર વકીલ મંડળ દ્વારા ભાવનગર પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલને મળ્યા અને સંપૂર્ણ વિગતવાર જાણકારી આપી અને તેમજ માંગણી કરી ASI ને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામા આવે અને જો 24 કલાકમાં આ ઘટના અંગે પગલાં નહી લેવાય તો વકીલ મંડળ આવતીકાલથી કામથી અળગા રેહશે.
વડોદરાઃ MSUમાં નમાઝ અદા થઈ તો હિન્દુ સંગઠનોને ગુસ્સો આવ્યો, કાઉન્સેલિંગની જરૂર કોને?
જયેશ મહેતાએ શું કહ્યું
વકીલ જયેશભાઈ મેહતાએ કહ્યું કે, હું બાર એસોશિએશનનો કારોબારી સભ્ય છું, ગઈ કાલે અમે શાક લેવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. મેં પોલીસને કહ્યું હતું કે હું ગાડી સાઈડમાં છે તો લઈશ નહીં તો પોલીસે મને લાફા મારી દીધા અને મારો મોબાઈલ આંચકી લીધો, મને પોલીસ સ્ટેશન લઈ ગયા. છેડતીની ફરિયાદ કરવાની પણ ધમકી આપીને મારી પાસે માફી પત્ર લખાવ્યો હતો. અમે વકીલ મંડળ તરફથી અહીં એસપી કચેરીએ આવેદન આપ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર અમારા સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT