ભાવનગરઃ સિંહોર તાલુકાના સોનગઢ ગામે એક પરિણિતાના મૃત્યુના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસા પછી તેના પતિ પર હત્યા સંદર્ભે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પતિએ પોલીસને એવું કહ્યું હતું કે તેની પત્ની બાઈક પરથી પડી ગઈ હતી અને તેમાં તેને ઈજા થતા તેનું મોત નિપજ્યું છે પરંતુ જ્યારે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેના રિપોર્ટમાં જ તેનો બધો ભાંડો ફૂટી ગયો હતો.
ADVERTISEMENT
પોસ્ટ મોર્ટમમાં ભાંડો ફૂટી ગયો
સિંહોરના સોનગઢ ગામે રહેતા સંગીતાબેન ભદ્રેશ વાઘેલા નામના મહિલાનું મોત થયા પછી તેના માથા પર ઈજા હતી. જેમાં પતિએ પોલીસને કહ્યું હતું કે, તેની પત્ની સંગીતા બાઈક પરથી પડી ગઈ હતી અને તેને માથામાં વાગ્યું છે. જોકે અકસ્માતનો કેસ હોઈ પોલીસે પોસ્ટ મોર્ટમની વિધિ શરૂ કરાવી હતી. પોસ્ટ મોર્ટમ ઉપરાંત પોલીસને આ કેસમાં શંકાઓ પણ જતી હતી જેમાં પેનલ પીએમ કરવામાં આવ્યું અને સમગ્ર બાબતનો પર્દાફાશ થઈ ગયો. પોસ્ટ મોર્ટમમાં માથામાં કોઈ રીતે ઈજા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે પતિ ભદ્રેશે જ તેને માથામાં મારીને તેની હત્યા કરીને ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. સોનગઢ પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈને આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હવે આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT