દ્વારકાઃ ગુજરાત પર પાકિસ્તાની અન્ડરવર્લ્ડ માફિયાઓની સતત નજર છે. દરમિયાનમાં પાકિસ્તાની માફિયા હાજી સલીમ બલોચ દ્વારા બોટ મારફતે ઓખાના દરિયા કાંઠે 280 કરોડના ડ્રગ્સ અને હથિયારોનું કન્સાઈન્મેન્ટ ઉતારવામાં આવ્યું હતું. અહીં ગુજરાતમાં તે કોઈને આ માલ સપ્લાય કરવાનો હતો જોકે તે પહેલા જ ઓખાથી એટીએસ દ્વારા કન્સાઈન્મેન્ટ સાથે 10 પાકિસ્તાની શખ્સોને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
પોલીસને મળી આ માહિતી અને થઈ ગઈ એલર્ટ
ગુજરાતમાં નાર્કોટિક્સ અને ગેરકાયદે હથિયારોની ઝીરો ટોલરન્સ નીતિને પગલે વિવિધ એજન્સીઓ દ્વારા સતત ઓપરેશન્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના નાર્કોટિક્સ કાર્ટેલ્સ અને અન્ડરવર્લ્ડ માફિયાઓ દ્વારા ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં ડ્રગ્સ અને ગેરકાયદે હથિયારોની દાણચોરી થવાના સતત પ્રયાસોને એટીએસ ગુજરાત નિષ્ફળ બનાવી રહ્યું છે. એટીએસના પીઆઈ જે એમ પટેલને આ દરમિયાનમાં માહિતી મળી હતી કે પાકિસ્તાન સ્થિત હાજી સલીમ બલોચ નામનો માફિયા પાકિસ્તાનના પસ બંદરથી અલ-સોહેલી નામની બોટ મારફતે ડ્રગ્સ અને હથિયાર ઓખાના દરિયાકાંઠે ઉતારવાનો છે અને ત્યાંથી ભારતમાં કોઈક સ્થળ પર મોકલવાનો છે.
આ પણ જાણવા જેવું
લાઠીની રામકથામાં મોરારી બાપુએ હીરા બા માટે કરી પ્રાર્થનાઃ સ્વાસ્થ્યમાં થયો સુધારો
ન્યુડ વિડીયો કોલનું રોકોર્ડિંગ કરી પૈસા પડાવતી ગેંગનો માણસ ઝડપાયો, અપનાવતા હતા આ મોડેસ ઓપરેન્ડી
ઊનાના યુવકને 2 વર્ષમાં એક જ આંગળીએ 9 વખત સાપ ડંખ્યો, કંટાળીને 540 કિ.મી દૂર રહેવા જતો રહ્યો
કોણે મગાવ્યું હશે આટલું મોટું કન્સાઈન્મેન્ટ
પોલીસે મળેલી માહિતીને આધારે એટીએસની એક ટુકડી ઓખા જવા રાવાના થઈ ગઈ હતી. ત્યાં ઓખા કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી સંયુક્ત ટીમ બનાવાઈ અને ભારતની સીમામાં વોચ ગોઠવી હતી. અલ-સોહેલી નામની બોટ મળી આવતા તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાંથી સર્ચ કરતા 10 પાકિસ્તાની શખ્સો મળી આવ્યા હતા. જેમાં ઈસ્માઈલ સફરાલ, અમાલ બલોચ, અંદમ અલી, હકિમ દિલમોરાદ, ગૌહર બક્ષ, અબ્દુલગની જાંગીયા, અમાનુલ્લહ, કાદીર બક્ષ, ગુલ મહોમ્મદ અને અલા બક્ષને ઝડપી પાડ્યા હતા. તેઓ તમામ પાકિસ્તાનના રહેવાસી હોવાનું સામે આવતા પોલીસે બોટમાં તપાસ કરી હતી જ્યાં તેમને ત્રણ સીલીન્ડર મળ્યા હતા જે કાપતા તેમાંથી 40 પેકેટ હેરોઈન જેની અંદાજીત કિંમત 280 કરોડ જેટલી થવા જાય છે તે સાથે 6 સેમી-ઓટોમેટિક પીસ્ટલ, જીવંત કારતૂસો સહિતનો માલ મળી આવ્યો હતો. પોલીસે હવે આ માલ ભારતમાં ક્યાં અને કોને સપ્લાય કરવાનો હતો તે સાથે આ આખા નેટવર્કમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરી છે.
(વીથ ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT