અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા એક ખુબ જ મહત્વપુર્ણ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંગે MoU સાઇન કરવામાં આવ્યા છે. સેમીકન્ડક્ટર ચિપ મેકિંગ ક્ષેત્રની દિગ્ગજ અમેરિકન કંપની માઇક્રોન ટેક્નોલોજી સાથે ગુજરાત સરકાર દ્વારા આજે ખુબ જ મહત્વપુર્ણ એમઓયું સાઇન કરવામાં આવ્યા હતા. પીએમ મોદીના અમેરિકા પ્રવાસની ફલશ્રુતી સ્વરૂપે આ કંપની અમદાવાદના સાણંદમાં પોતાનો ચિપ મેકિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે.
ADVERTISEMENT
આ MoU ના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે જમીન સહિતની તમામ સુવિધા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. આ પ્લાન્ટ સ્થાપવા માટે કંપની દ્વારા કુલ 650 બિલિયન ડોલર (આશરે 53 લાખ કરોડ) રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જે ભવિષ્યે વધારીને 1 ટ્રિલિયન ડોલર (આશરે 82 લાખ કરોડ રૂપિયા) થઇ જશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્શન ક્ષેત્રમાં ગુજરાત સહિત સમગ્ર દેશ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. ગત્ત વર્ષે 8.25 લાખ કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું નિર્માણ દેશમાં જ થયું હતું. જેના કારણે 25 લાખ જેટલો સીધો રોજગારનું નિર્માણ થયું હતું. માત્ર મોબાઇલ ક્ષેત્રે જ 3.5 લાખ કરોડ રૂપિયાનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં મોબાઇલ માર્કેટમાં ભારત ખુબ જ મોટો હિસ્સો ધરાવે છે. જેના માટે સેમિકન્ડક્ટર ચીપ વર્ષોથી આયાત કરવામાં આવી હતી. છેલ્લા 40 વર્ષોથી સરકાર ઇચ્છતી હતી કે કોઇ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભારતમાં આવે. જો કે હવે તે પીએમ મોદીના અમેરિકા પ્રવાસ બાદ આ શક્ય બન્યું છે. પીએમ મોદીની અમેરિકા મુલાકાત બાદ કુલ 3 સેમિકન્ડક્ટર કંપની ભારતમાં રોકાણ માટેની તૈયારી દર્શાવી છે. જે અનુસંધાને પ્રથમ કંપનીએ આજે ગુજરાતમાં MoU પણ સાઇન કરી લીધા હતા. માઇક્રોન બાદ હવે એપ્લાઇડ મટિરિયલ અને લેમ રિસર્ચ પણ ટુંક જ સમયમાં ભારતમાં પોતાના પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માઇક્રોન વિશ્વની સેમિક્ન્ડક્ટર ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. જે મોબાઇલ, પીસી અને ટેલિકોમ ક્ષેત્રના અનેક સંસાધનોમાં ઉપયોગી હોય છે. માઇક્રોન દ્વાર સ્થાપવામાં આવનારા સાણંદ પ્લાન્ટમાં 22500 કરોડ રૂપિયા (2.75 બિલિયન ડોલર)નું રોકાણ કરવામાં આવશે અને તેના કારણે 20000 નોકરીઓનું સર્જન થશે. જેમાં 5000 સીધી નોકરી જ્યારે 15000 પરોક્ષ રોજગારનું નિર્માણ થશે. અહીં નિર્માણ પામનારી ચિપ્સનો ભારતમાં પણ ઉપયોગ થશે જ્યારે વૈશ્વિક સ્તરે એક્સપોર્ટ પણ થશે. આ પ્લાન્ટ 18 જ મહિનામાં કાર્યરત થઇ જવાની આશા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર 3 અઠવાડીયા જેટલા ટુંકા ગાળામાં ગુજરાત સરકારે કંપની માટે જરૂરી તમામ સરકારી પરમિશન સહિતની કામગીરી પુર્ણ કરી દીધી હતી.
ADVERTISEMENT