સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં ખેડૂતોને નહીં પડે પાણીની તંગી, સરકારે કરી આ ખાસ વ્યવસ્થા

Narmada water resources: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને કારણે ડેમ 90 ટકા જેટલો ભરાયો છે.

Narmada water resources

Narmada water resources

follow google news

Narmada water resources: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને કારણે ડેમ 90 ટકા જેટલો ભરાયો છે. અહી પાણીનો આવરો વધી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને ધારાના પાણીનો લાભ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આયોજન મુજબ,  સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલીના કુલ 40 જળાશયોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. તેના માટે સૌની યોજના અંતર્ગત સ્થાપિત 4 પાઈપલાઈનોનો ઉપયોગ કરવામાં આવશે. 

સરકારની ખાસ યોજના

અત્યાર સુધીમાં આ પાઈપલાઈનો દ્વારા 1,300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં માત્રામાં વધારો કરીને  2,000 ક્યુસેક્સથી વધુ કરવામાં આવશે, જેનાથી  સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની અગવડતાનો પ્રશ્ન ઊભો થશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, જો વરસાદ ઓછો પડશે તો આ જિલ્લાઓના લગભગ 600 ચેકડેમ અને તળાવો પણ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં, પીવાના પાણીના જથ્થા માટે અનામત રાખવામાં આવેલ જળાશયોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પગલું સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની તંગીના નિરાકરણ અને ભવિષ્યની જરૂરિયાતોને સંતોષવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય

આ સિવાય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા ખાસ નિર્ણય કર્યો છે. વધારાના પાણીને ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદી-જુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઈપ લાઈનો દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.  તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.

    follow whatsapp