કોરોનાથી ગભરાવાની જરૂર નથી, રાજ્યમાં નવા વેરિઅન્ટના ફેલાવા પર બોલ્યા ઋષિકેશ પટેલ

Covid 19 Cases : ગુજરાતમાં કોરોનાએ ફરી પગ ફેલાવ્યા છે. ગઈકાલે રાજ્યમાં બે મહિલાને કોરોના પોસિટીવ આવ્યો હતો. આ મામલે આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી…

gujarattak
follow google news

Covid 19 Cases : ગુજરાતમાં કોરોનાએ ફરી પગ ફેલાવ્યા છે. ગઈકાલે રાજ્યમાં બે મહિલાને કોરોના પોસિટીવ આવ્યો હતો. આ મામલે આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે, કોરોનાના નવા વેરિયંટથી વાયબ્રન્ટ સમિટને કોઈ અસર થશે નહીં. કોરોનાના નવા વેરિયંટથી આપણે સાવચેત રહેવાની જરૂર છે. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ સામે આવ્યા છે.

ભારતમાં હાલ 2300 જેટલા કોરોનાના કેસ

ઋષિકેશ પટેલે કોરોના વિશે જણાવ્યું કે, ભારતમાં હાલ 2300 જેટલા કોરોનાના કેસ છે. ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. જોકે, આ મામલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ફક્ત સાવચેત રહેવું અનિવાર્ય છે કારણ કે 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે. હાલના વેરિયન્ટથી મૃત્યુનું પ્રમાણ ખૂબ ઓછું છે.

વાયબ્રન્ટ સમિટને લઈ આપ્યું અપડેટ

આ સિવાય તેમણે કહ્યું કે, MOU પ્લસની નીતિ લાવ્યા છીએ. આજે 1 લાખ 56 હજાર કરોડના 147 MOU થયા છે.કુલ 2747 MOUમાં 3.37 લાખ કરોડના MOU થયા છે. 12 લાખથી પણ વધુને રોજગારી મળે તેવા MOU થયા છે. સાથે જ ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝના વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. સાથે જ તેમણે વાયબ્રન્ટ સમિટને લઈને અપડેટ આપતા જણાવ્યું કે, 25 દેશો સમિટમાં જોડાશે. 72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ સામેલ થશે.

આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની સમીક્ષા બેઠક યોજાઈ હતી

એવામાં આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને રાજ્ય સચિવો સાથે દેશમાં કોરોનાની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી હતી.આ દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.સમીક્ષા બેઠકમાં મનસુખ માંડવિયાએ કહ્યું કે, આ પરિસ્થિતીમાં ગભરવાની જરૂર નથી પરંતુ આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે.

તમામ રાજ્યોને દર 3 મહિનામાં એકવાર હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવી ફરજિયાત

ઉપરાંત આ બેઠકમાં તમામ રાજ્યોને દર 3 મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની પણ ખાતરી આપી હતી. આ બેઠકમાં આસામ, અરુણાચલ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોના આરોગ્યમંત્રીએ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે “સમગ્ર સરકાર” વિઝન સાથે એકબીજા સાથે કામ કરે. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.

    follow whatsapp