સ્માર્ટ વીજ મીટર પર વિરોધ વધતા ગુજરાત સરકારે નમતું જોખ્યું, તાત્કાલિક લીધો મોટો નિર્ણય

Gandhinagar News: ગુજરાતમાં ઠેર-ઠેર સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉગ્ર બનતા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે.

Gandhinagar News

સ્માર્ટ મીટર પર ગુજરાત સરકારનો મોટો નિર્ણય

follow google news

Gandhinagar News: ગુજરાતમાં ઠેર-ઠેર સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉગ્ર બનતા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને રાજ્ય સરકાર દ્વારા આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

સ્માર્ટ મીટરનો થઈ રહ્યો છે વિરોધ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ શરૂ થયો હતો. વીજ કચેરીઓ ખાતે લોકોએ હલ્લાબોલ કર્યો હતો, લોકો ડબલ અને ત્રણ ગણા બિલ આવ્યાં હોવાની ફરિયાદો કરી હતી.  જે બાદ આ આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ સ્માર્ટ મીટરો લગાવી લોકો પસ્તાયા! ત્રણ ગણું બિલ આવતા ઠેર-ઠેર વિરોધ

 

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

તો આ મુદ્દે ગાંધીનગર ખાતે સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. વીજ ગ્રાહકોમાં થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. 

વિપક્ષે ઉચ્ચારી આંદોલનનની ચીમકી 

આપને જણાવી દઈએ કે, સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. જોકે, આ વચ્ચે સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. બેલેન્સ ખાલી થઈ જતાં ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે હાલાકી ભોગવવી પડે છે. 

 

    follow whatsapp