ગુજરાત સરકાર હાઉસિંગ સોસાયટીઓના નિયમન માટે લાવશે ખાસ બિલ

Housing Society Bill: ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં રાજ્યમાં હાઉસિંગ સોસાયટીઓના નિયમન અને કામગીરીમાં સુધારો કરવા બિલ રજૂ કરે તેવી શક્યતા છે. જેનાથી હાઉસિંગ સોસાયટીના…

gujarattak
follow google news

Housing Society Bill: ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં રાજ્યમાં હાઉસિંગ સોસાયટીઓના નિયમન અને કામગીરીમાં સુધારો કરવા બિલ રજૂ કરે તેવી શક્યતા છે. જેનાથી હાઉસિંગ સોસાયટીના સંચાલન અને કામગીરીમાં સુધારો આવી શકે છે. હાલમાં હાઉસિંગ સોસાયટીના લગતા નિયમોમાં ઘણી બધી વિસંગતતાઓ હોવાથી અનેક વાદ-વિવાદ થતા રહે છે. આથી ઘણા મુદ્દાઓનો ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.

TIOના રિપોર્ટ્સ સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ મુજબ, સૂચિત કાયદામાં શાસનની બાબતો, વિવાદો, સોસાયટીઓના એકાઉન્ટ્સનું ઓડિટ, ફાયર સેફ્ટી, ડ્રેનેજ તથા સરકારી ધોરણોનું પાલન સહિતના પાસાઓ આવરી લેવામાં આવશે. આ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને હાઉસિંગ સોસાયટી સંબંધિત વિવિધ વિભાગો પાસેથી વધારાના સૂચનો માગવામાં આવી રહ્યા છે. આ બિલ આગામી બજેટ સત્રમાં રજૂ કરી શકાય છે.

ઉપરાંત, હાઉસિંગ સોસાયટીઓના પ્રશ્નોના નિરાકરણ માટે એક ઓથોરિટીની પણ રચના કરી શકાય છે. હાઉસિંગ સોસાયટીઓની કામગીરી અન્ય સહકારી મંડળી અને કૃષિ કામગીરી કરતા અલગ હોય છે. એવામાં તેની દેખરેખ માટે એક ઓથોરિટીની રચના કરવાનું ડ્રાફ્ટ બિલમાં કહેવાયું છે. ખાસ છે કે ઘણી બધી હાઉસિંગ સોસાયટીઓનું વર્ષોથી ઓડિટ થયું નથી.

    follow whatsapp