ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે 25 હજાર સુધીની સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપની યોજના ખુબ જ આશાવાદ ઊભો કરનારી બની શકે છે.
ADVERTISEMENT
ધો.9થી 10માં 20000 ની સ્કોલરશીપ
ગુજરાત સરકાર દ્વારા નવી સ્કોલરશીપ યોજના જાહેર કરી છે. જેમાં વિદ્યાર્થીના જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે તેવું સરકાર દ્વારા જાહેરાત કરતા કહેવાયું છે. જાહેરાતમાં કહેવાયું છે કે, આ યોજનામાં સમાવિષ્ઠ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25000 સુધીની સ્કોલરશીપ અપાશે. જેમાં ધોરણ 9થી 10 સુધીના અભ્યાસ દરમિયાન 20 હજાર અને ધોરણ 11થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વર્ષે 25000ની સ્કોલરશીપ અપાશે.
આ સ્કોલરશીપના નાણા સીધા બેન્કના ખાતામાં જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ધોરણ 1થી 8માં સરકારી અનુદાનિત શાળામાં સળંગ અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.
ADVERTISEMENT