Gujarat Government: ગુજરાત સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના કરાર આધારિત કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કરાર આધારિક કર્મચારીઓનું જો ફરજ દરમિયાન અવસાન થાય તો તેમના આશ્રિતોને સરકાર ઉચ્ચક 14 લાખની આર્થિક સહાય આપશે. આ નિર્ણય વર્ગ-3 અને વર્ગ-4માં ફરજ બજાવતા કર્મચારીઓને મળશે.
ADVERTISEMENT
કર્મચારીના આશ્રિતને મળશે 14 લાખની સહાય
રાજ્યમાં લાંબા સમયથી ફિક્સ પગારની પોલિસી દૂર કરવા માટે સરકારી કર્મચારીઓ માંગણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સરકારની વિવિધ કચેરીઓમાં નિયમિત જગ્યા પર ફિક્સ પગારની નીતિએ કરાર પર નિમણૂંક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને ફિક્સ પગારની સેવા દરમિયાન 12-10-2023 કે આ પછી અવસાન થવાના કિસ્સામાં રૂ.14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.
(ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
ADVERTISEMENT