પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ 28 વર્ષ જૂના કેસમાં દોષિત જાહેર, પાલનપુર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે

Ex IPS Sanjiv Bhatt: ગુજરાતના ચર્ચિત પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ ફરી એકવાર મુશ્કેલીમાં છે. કોર્ટે તેમને 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં દોષિત ઠેરવ્યા છે. NDPS એક્ટ હેઠળ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ 1996માં કેસ નોંધવામાં આવ્યો હતો.

Ex IPS Sanjiv Bhatt

Ex IPS Sanjiv Bhatt

follow google news

Ex IPS Sanjiv Bhatt: ગુજરાતના ચર્ચિત પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ ફરી એકવાર મુશ્કેલીમાં છે. કોર્ટે તેમને 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં દોષિત ઠેરવ્યા છે. NDPS એક્ટ હેઠળ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ 1996માં કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે સંજીવ ભટ્ટને આ જ કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણી દરમિયાન કોર્ટે તેને દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં નામદાર કોર્ટ આવતીકાલે તેમને સજા સંભળાવશે.

આ પણ વાંચો: Heat Wave: ગુજરાત ફરી અગનભઠ્ઠીમાં શેકાશે! હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી હીટ વેવની આગાહી

વકીલને ડ્રગ્સ કેસમાં ફસાવવાનો આરોપ હતો

તમને જણાવી દઈએ કે 1996ના આ કેસમાં બનાસકાંઠાના તે સમયે SP રહેલા સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટલમાં 1.5 કિલો અફીણ રાખીને એક વકીલને નાર્કોટિક્સ કેસમાં ફસાવવાનો આરોપ હતો. સંજીવ ભટ્ટ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આર.બી. શ્રીકુમાર સાથે 2002ના ગુજરાત રમખાણોના કેસોના સંબંધમાં કથિત રીતે બનાવટી પુરાવા ઊભા કરવા મામલે પણ આરોપી છે.

આ પણ વાંચો: કેજરીવાલ જેલમાંથી નહીં ચલાવી શકે સરકાર, LG નો સ્પષ્ટ ઇનકાર; હવે શું થશે?

2011માં સેવામાંથી સસ્પેન્ડ કરાયા

સંજીવ ભટ્ટ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાનો આરોપ લગાવતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપોને ફગાવી દીધા હતા. આ પછી 2011માં સંજીવ ભટ્ટને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2015 માં, તેમને 'અનધિકૃત ગેરહાજરી' માટે ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા.

    follow whatsapp