ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ડુંગળી અને બટાકાના ભાવને લઈને ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ મામલે સરકારના મંત્રી દ્વારા જરૂરી જાહેરાત કરવામાં આવી છે. કૃષિમંત્રી દ્વાદા લાલ ડુંગળી અને બટાકાની ખેતી કરતા ખેડૂતોને માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમણે બટાકાના ખેડૂતોને ભાવમાં 200 કરોડ રૂપિયા અને ડુંગળીના ખેડૂતોને 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જોકે હવે જોવું રહ્યું કે આ સહાય કે પેકેજ ગુજરાતના ખેડૂતો સુધી કેવી રીતે પહોંચે છે.
ADVERTISEMENT
ખેડૂતને રાજ્ય અને દેશ બહાર નિકાસ માટે સબસિડીની જાહેરાત
કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમના નિરાકરણો અંગે વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગુજરાત બહાર રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ડુંગળી મોકલાય છે જેમાં પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયા લેખે રેલવે મારફતે 100 ટકા અથવા પ્રતિ મેટ્રિક ટન 1150 રૂપિયે બંનેમાંથી જે ઓછો હોય તે ભાવે તથા દેશ બહાર નિકાસ માટે ખર્ચના 25 ટકા કે 10 લાખની મર્યાદા બંનેમાંથી જે ઓછું હોય તે ખેડૂતને ટ્રાન્સપોર્ટ સબસીડી તરીકે આપવામાં આવશે. જે માટે પ્રથમ તબક્કે જ અંદાજે 2 લાક મેટ્રિક ટન લાલ ડુંગળી અન્ય રાજ્ય કે દેશ બહાર નિકાસ કરવા માટે 20 કરોડ જેટલી જાહેરાત કરી દેવાઈ છે.
અમદાવાદની આ લવ સ્ટોરી, મિત્ર, પત્ની અને બદલો… કરુણ અંજામ
આ વખતે ડુંગળીના ઉત્પાદનમાં અંદાજ
રાઘવજીએ એવું પણ કહ્યું કે, ગુજરાતમાં આ વર્ષે 80 લાખ હેક્ટર જમીન પર ખેતી થઈ છે. અંદાજ પ્રમાણે 19.28 લાખ મેટ્રિકટન ડુંગળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. 7 લાખ મેટ્રીક ટન ઉત્પાદનની શક્યતા જોતા ફેબ્રુઆરી 2023માં માત્ર સૌરાષ્ટ્રથી જ 1.61 લાખ મેટ્રિક ટનની આવક થઈ છે. ગત વર્ષની સહાય યોજનાના ધોરણે તે માટે 70 કરોડની સહાયની રકમ જાહેર કરીએ છીએ.
બટાકાના ખેડૂતોને શું?
તેમણે એવું પણ કહ્યું કે, ગુજરાતમાં એપીએમસીમાં બટાકા વેચનાર ખેડૂતને કટ્ટા દીઠ 50 રૂપિયા અને વધુમાં વધુ ખેડૂત દીઠ 600 કટ્ટાની મર્યાદા પ્રાણે આર્થિક સહાય 1 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધીના સમય મર્યાદામાં આપવામાં આવશે. આ માટે 20 કરોડની અંદાજીત સહાય જાહેર કરીએ છીએ. ઉપરાંત રાજ્ય અને દેશ બહાર બટાકાને મોકલવા માટે રોડ ટ્રાન્સપોર્ટ માટે પ્રતિ મેટ્રિક ટન રૂપિયા 750, રેલવે મારફતે 100 ટકા અથવા પ્રતિ મેટ્રિક ટન 1150 બંનેમાંથી જે ઓછું હોય તેની જાહેરાત કરીએ છીએ. બટાકાના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ માટે ખેડૂતોને પ્રતિકિલો 1 રૂપિયો અને એક કટ્ટા દીઠ 50 રૂપિયા એને વદારેમાં વધારે 300 ક્વીન્ટલની મર્યાદા પ્રમાણે ખેડૂતોને સહાય અપાશે. તે માટે 200 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરીએ છીએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT