Tourist Places: વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો...તો ગુજરાતમાં સૌથી બેસ્ટ આ 3 હિલ સ્ટેશન!!!

ગુજરાતીઓ માટે કહેવા છે કે તે હરવા ફરવાના અને સ્વાદ શોખીન માણસો છે. તો એવામાં હાલ વેકેશનની શરૂઆત થઇ ચૂકી છે અને ઘણા એવા ગુજરાતી પરિવારો છે કે જે ગરમીથી બચવા ઠંડા અને ઉંચાઇ પર આવેલા વિસ્તારોમાં ફરવા જવાનો પ્લાન બનાવે છે. તો ગુજરાતમાં રહેતા લોકો માટે 3 હિલ સ્ટેશન સૌથી બેસ્ટ ટુર ડેસ્ટિનેશન.......

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો?

Gujarat Hill Station

follow google news

Gujarat Hill Station: ગુજરાતીઓ માટે કહેવા છે કે તે હરવા ફરવાના અને સ્વાદ શોખીન માણસો છે. તો એવામાં હાલ વેકેશનની શરૂઆત થઇ ચૂકી છે અને ઘણા એવા ગુજરાતી પરિવારો છે કે જે ગરમીથી બચવા ઠંડા અને ઉંચાઇ પર આવેલા વિસ્તારોમાં ફરવા જવાનો પ્લાન બનાવે છે. તો ગુજરાતમાં રહેતા લોકો માટે 3 હિલ સ્ટેશન સૌથી બેસ્ટ ટુર ડેસ્ટિનેશન છે જે તમને ઉંટી - મહાબલેશ્વર જેવો જ અનુભવ કરાવશે. ચાલો તો જાણીએ ગુજરાતના આ 3 હિલ સ્ટેશન વિશે કે જે તમે ઓછા સમય અને ઓછા પૈસામાં મુલાકાત કરી શકો છો. 

સાપુતારા હિલ સ્ટેશન (Saputara Hills)

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારા હિલ સ્ટેશન. સાપુતારા લગભગ 1000 ફુટની ઉંચાઇ પર આવેલ છે માટે અહીં ઉનાળામાં ગરમી ઓછી લાગશે. અહીં સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઇન્ટ, સનરાઇટ પોઈન્ટ, ઉંચા પર્વત, જંગલ, ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, હાથગઢ કિલ્લો સપ્તશ્રૃંગી દેવી મંદિર અને શબરીધામ, સાપુતારા મ્યુઝિયમ, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, સહિત ઘણા ફરવાલાયક સ્થળો આવેલા છે. અહીં પ્રવાસીઓ બોટિંગ અને પેરાગ્લાઈડિંગની પણ મજા માણી શકે છે. 

સાપુતારા કેવી રીતે જઈ શકાય?

ગુજરાતના ડાંગ જિલ્લામાં આ સ્થળ આવેલ છે. જો નજીકના એરપોર્ટ વિશે વાત કરવામાં આવે તો સુરત એરપોર્ટ છે, જે ત્યાંથી લગભગ 150 કિમી દૂર છે. સાપુતારા નજીક બિલીમોરા વાધાઇ રેલવે સ્ટેશન અને ડુંગરઘા રેલવે સ્ટેશન અને કાલા અંબ રેલવે પડે છે. અમદાવાદથી સાપુતારા 409 કિમી અને મુંબઇથી 250 કિમી દૂર છે. જો તમે અમદાવાદથી બાય રોડ પણ જવા ઇચ્છતા હોય તો તમે જઈ શકો છો.  

વિલ્સન હિલ્સ સ્ટેશન (Wilson Hills)

ગુજરાતના વલસાડમાં વલસાડ તાલુકાના ધરમપુર તાલુકામાં આવેલું વિલ્સન હિલ્સનું કુદરતી સૌંદર્ય જોય તમે મંત્રમુગ્ધ થઇ જશો. આ હિલ્સ પંગગબારી વન્યજીવ અભ્યારણ્યની નજીક છે અને તે વિશ્વના અમુક હિલ સ્ટેશન પૈકીનું એક છે . વિલ્સન હિલ્સ 2500 ફુટની ઉંચાઇ પર આવેલું છે. આ હિલ્સને 'મિની સાપુતારા' પણ કહેવામાં આવે છે.  પર્વત પરથી નીચે પડતા ઝરણા, લીલાછમ પહાડ આ હિલ્સની ઓળખ છે.  

વિલ્સન હિલ્સ કેવી જઈ શકાય? (Wilson Hills)

વિલ્સન હિલ્સથી નજીકનું એરપોર્ટ સુરત છે અને નજીકનું રેલવે સ્ટેશન વલસાડ છે. વિલ્સન હિલ્સ અમદાવાદથી 485 કિમી, સુરતથી 130 કિમી, સાપુતારાથી 120 કિમી અને નવસારીથી 80 કિમી દૂર છે માટે તમે અહીં બાય રોડ પણ મુલાકાત લઇ શકો છો. 

આ પણ વાંચો :- આ છે દેશના સૌથી ધનિક 10 મંદિર, કમાણી સાંભળીને દંગ રહી જશો

ડોન હિલ સ્ટેશન (Don Hill Station)

ગુજરાતનું બીજું પ્રખ્યાત હિલ સ્ટેશન છે ડોન હિલ સ્ટેશન. અહીં પહોંચતા જ તમે કુદરતી સૌંદર્યમાં ખોવાય જશો. અહીં એક સ્વયંભૂ શિવલિંગ છે જેના પર ઝરણાનો અભિષેક થાય છે. ઉંચા પર્વત અને ઢોળાવથી ટ્રેકિંગ રસિયાઓ આ જગ્યાએ જવાનું પસંદ કરે છે. આ સ્થળ સાથે એક લોકવાયકા પણ જોડાયેલી છે  અહીં મહાભારતના ગુરુ દ્રોણાચાર્યનું આશ્રમ હતું. ડોન હિલ સ્ટેશન સહ્યાદ્રી પર્વતમાળામાં 1070 મીટર ઉંચાઇ પર આવેલું છે, જે સાપુતારા કરતા 100 મીટર ઉંચુ છે અને મહારાષ્ટ્રની સરહદથી માત્ર 3 કિમી દૂર છે.

ડોન હિલ સ્ટેશન રીતે જઈ શકાય? (Don Hill Station)

જો તમે ડોન હિલ સ્ટેશન પર ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો ત્યાંથી નજીકનું એરપોર્ટ સુરતમાં છે, જે આ સ્થળથી 120 કિમી દૂર છે. સૌથી નજીકના રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો વાઘાઇ રેવલે સ્ટેશન છે, જે ફક્ત 51 કિમી દૂર આવેલ છે. અમદાવાદ અને સુરતના લોકો માટે આ ફરવા માટે ઉત્તમ જગ્યા છે . 
 

    follow whatsapp