વડોદરાઃ આપણે, તમે, સામાન્ય વ્યક્તિ ગમે ત્યારે બંદુક ચલાવી દઈએ તો શું થાય? થોડા જ સમય આપ નેતા પહેલા ગોપાલ ઈટાલિયાને પણ આ જ કારણે કાયદાના ચૂંગાલમાં આવવું પડ્યું હતું અને કેસ થઈ ગયો હતો. હવે ભાજપના નેતાએ જીતના જસ્ન વખતે ગેલમાં આવીને કાયદો ભુલી ફાયરિંગ કરી દેવાનો વીડિયો સામે આવ્યો છે. જોવું એ રહ્યું કે તેમની સામે કેવી કાર્યવાહી થાય છે. વડોદરાના પાદરા વિધાનસભાના ભાજપના નેતા દ્વારા જીતના સેલેબ્રેશન વખતે હવામાં ફાયરિંગ કરવાનો વીડિયો સામે આવ્યો છે.
મોદી લહેરમાં ચૈતન્યસિંહ ઝાલાની આશ્ચર્યજનક જીત
ગુજરાત વિધાનસભામાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે અને ઈતિહાસ બનાવ્યો છે. એક એવો રેકોર્ડ જેને તોડવામાં ભલભલા નેતાને લોઢાના ચણા ચાવી જવા પડે તેવી જીત ભાજપને આ વિધાનસભાની ચૂંટણીમાં મળી છે. ભાજપના બ્રહ્માસ્ત્ર નરેન્દ્ર મોદી, અમિત શાહ, સી આર પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓની મહેનત અને રાજકીય સોગઠા ગોઠવવાની મહારતે તેમને ગુજરાતમાં જંગી જીત અપાવી છે તેમાં કોઈ બે મત નથી. જોકે ચૂંટણી જીત પછી ઉમેદવાર ખુશખુશાલ મુદ્રામાં આવી જાય તે સ્વાભાવીક છે, ટેકેદારો, સમર્થકો, મતદારો વચ્ચે નાચ-ગાન થાય તે પણ સ્વાભાવીક છે, પરંતુ કાયદો નેવે મુકી દે તે કેટલું યોગ્ય? વડોદરાની પાદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના વિજય સરઘસ વખતે જાહેરમાં તલવાર વિંઝી હતી જે પછી સમર્થકોએ બંદૂક આપી તો બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. જે ચર્ચાનો વિષય બની ગયું છે. આ હવામાં કરેલા ફાયરિંગનો વીડિયો હાલ ઠેરઠેર ફરતો થયો છે. ઉલ્લેખનીય છે કે તેમની સામે તેમની પાર્ટીના જુના અને રિસાયેલા જોગી દિનુ પટેલ ઉર્ફે દિનુ મામા હતા. જોકે મોદીની આ વખતે ચાલેલી સુનામીમાં તેઓના પત્તા પણ જબ્બર ગોઠવાયા અને બળવાખોર દિનુ મામાને હરાવી તેઓ આશ્ચર્યજનક રીતે અહીંથી જીતી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT