Gujarat Lok Sabha Election Results: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ વખતે સમગ્ર રાજ્યના લોકોની નજર રાજકોટ બેઠક પર છે. ત્યારે રાજકોટ બેઠક પર ક્ષત્રિયોનો વિરોધ હોવા છતાં પરસોત્તમ રૂપાલાએ 2 લાખની લીડ વતાવી છે, હજુ પણ મતગણતરી ચાલી રહી છે.
ADVERTISEMENT
રાજકોટમાં ભાજપનો દબદબો
આ લોકસભામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ક્ષત્રિય આંદોલનને લઈને ચર્ચામાં રહેલી બેઠક એટલે રાજકોટ લોકસભા. આ બેઠક પરના પરિણામ ચોંકાવનારા છે કારણ કે ક્ષત્રિયના ભારે વિરોધ વચ્ચે પણ રાજકોટમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને 2 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવારે ક્ષત્રિય આંદોલન અને ભારે વિરોધ વચ્ચે પણ આટલી લીડ મેળવી છે.
રાજકોટ બેઠક શા માટે મહત્વ ધરાવે છે?
સૌરાષ્ટ્રમાં આવેલું રાજકોટ એ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, અહીંની વસ્તી 27,21,136 છે, જેમાંથી 35.11% ગ્રામીણ અને 64.89% શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિની વસ્તી 7.05% છે. 2018ની મતદાર યાદી અનુસાર અહીં કુલ મતદારોની સંખ્યા 18,34,412 છે. રાજકોટ જિલ્લામાં લગભગ 10 ટકા મુસ્લિમ વસ્તી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીલક્ષી રાજકીય સફર રાજકોટથી શરૂ થઈ હતી, જ્યારે 2001માં મુખ્યમંત્રી પદની જવાબદારી મળ્યા બાદ તેઓ રાજકોટ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.
રાજકોટ લોકસભામાં કેટલી બેઠકોનો સમાવેશ થાય છે?
રાજકોટ લોકસભા બેઠક માટે 1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. નવલશંકર કોંગ્રેસની ટિકિટ પર અહીંથી પહેલી ચૂંટણી જીત્યા હતા. પટેલ મતો આ વિસ્તારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બહુમતી કડવા પટેલોની છે. આ ઉપરાંત અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, કોળી અને બનીયા મતો પણ મોટા પ્રમાણમાં છે.ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્વેલરીનો વેપાર કરતા વેપારીઓ છે. આ વિસ્તારમાં જ્વેલરીનું કામ મોટા પાયે થાય છે. આ કારણે રાજકોટને પશ્ચિમ ભારતનું જ્વેલ સ્ટેટ પણ કહેવામાં આવે છે. રાજકોટ લોકસભા હેઠળ ટંકારા, રાજકોટ પશ્ચિમ, જસદણ, વાંકાનેર, રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકો છે.
ADVERTISEMENT