જામનગરઃ હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. આ તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. બંને પક્ષો જેટલું મોડું કરી રહ્યા છે ત્યાં બંને પક્ષોના ટિકિટવાંચ્છુઓમાં ધીરજ ખુટી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ તરફ મુસ્લિમ સમાજ પણ કોંગ્રેસમાંથી આગેવાની માગી રહ્યો છે. શક્તિસિંહ ગોહિલને આ જ બધી સ્થિતિઓનો ભોગ જામનગરમાં બનવું પડ્યું છે. તેમને જામનગરમાં મુસ્લિમ આગેવાનો દ્વારા નેતાગીરી આપવાને મામલે ઘેરાબંધી કરી લેવાઈ હતી.
ADVERTISEMENT
ચૂંટણી દરમિયાન જેટલા નારાજ થાય એટલા ઓછા
ગુજરાતમાં ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. આગામી સમયમાં મતદારો પોતાનો મત આપીને ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ, નેતાઓનું ભાવી ઈવીએમ થકી જાહેરમાં મુકશે. આ મતદાન થાય અને જીત મળે ત્યાં સુધી ઘણો મોટો પોલિટિકલ ડ્રામા આપણને જોવા મળશે તે નક્કી જ છે. જોકે હાલ જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે ઘણા ટિકિટવાંચ્છુઓ પોતાની પ્રબળ દાવેદારી નોંધાવા ઉચ્ચ નેતાગીરીની સામે રજૂઆતો કરી રહ્યા છે. તેના કારણે ઉચ્ચ નેતાગીરી માટે પણ અસમંજસ જેવી સ્થિતિ આવીને ઊભી રહી છે. કારણ કે ચૂંટણી દરમિયાન જેટલા નારાજ થાય એટલા ઓછા એવા ગણિત દરેક પાર્ટી ગણતી હોય છે.
મુસ્લિમ સમાજને પ્રતિનિધિત્વ નહીં અપાય તો…ય
ગુજરાતમાં ચૂંટણી અને ઉમેદવારી અંગે કોંગ્રેસ નક્કી કરે તે પહેલા ગાંઠ વધુ ફીટ બંધાતી જતી હોય તેવું લાગી રહ્યું છે. જામનગરમાં શક્તિસિંહ ગોહિલને મુસ્લિમ આગેવાનોએ ઘેરી લીધા હતા. સમગ્ર હાલાર વરિષ્ઠ મુસ્લિમ સમાજ દ્વારા તેમને ઘેરી વળીને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે મુસ્લિમ સમાજને ચૂંટણી દરમિયાન પ્રતિનિધિત્વ આપવામાં આવે. મુસ્લિમ સમાજ જામનગરના અગ્રણી યુસુફ ખફીનું કહેવું હતું કે, જામનગરમાંથી મુસ્લિમ સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે અને જો નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં તેઓ તેમની રણનીતિ નક્કી કરશે.
ADVERTISEMENT