NOTA ઈફેક્ટઃ ત્રણ બેઠકો પર પૂર્વ મંત્રી સહિત ભાજપના નેતાઓને મળી આ કારણે હાર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ઘણા જ રેકોર્ડ્સ તમે જોયા, જાણ્યા, પરંતુ નોટા તરીકે અપાતા મત પણ ક્યારેક ઉમેદવાર માટે જીત હારનું કારણ બની જતા…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ઘણા જ રેકોર્ડ્સ તમે જોયા, જાણ્યા, પરંતુ નોટા તરીકે અપાતા મત પણ ક્યારેક ઉમેદવાર માટે જીત હારનું કારણ બની જતા હોય તેવી ઘટના પણ બની છે. ભાજપના પૂર્વ મંત્રી સહિતના ત્રણ નેતાઓને નોટાની આડ અસર થઈ હોય તેવા આંકડા ત્રણ બેઠક પર સામે આવ્યા છે. ગુજરાતની સોમનાથ, ખેડબ્રહ્મા અને ચાણસ્મા બેઠક પર આવા જ કાંઈક આંકડા સામે આવ્યા છે જેમાં નોટાને કારણે ભાજપના ઉમેદવારોને હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે.

ચાણસ્મા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં મોદી લહેરની સાથે સાથે ભાજપે 156 બેઠકો સર કરી લીધી છે. જોકે આ લહેર સિવાયની બાકીની બેઠકો પર શું તકલીફો સામે આવી તેના ગણિત ખુદ ભાજપ પણ માંડી રહી છે. ભાજપના જ પૂર્વ કેબિનેટ મંતરી દિલીપ ઠાકોર પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપની ટિકિટ પર લડી રહ્યા હતા. જ્યારે સામે કોંગ્રેસના દિનેશ ઠાકોર પણ ચૂંટણી જંગમા હતા. જોકે બંને વચ્ચે માત્ર તફાવત 1,096 મતોનો છે. આ તરફ આમ આદમી પાર્ટીના અહીંના ઉમેદવારને માત્ર 7324 મત જ મળ્યા છે. પણ સૌથી મોટું ફેક્ટર અહીં નોટા રહ્યું નોટામાં 3278 મત પડ્યા છે. મતલબ કે હાર અને જીતનું માર્જીન જેટલું છે તેના કરતા વધારે મત નોટામાં પડ્યા છે.

સોમનાથ
આ તરફ સોમનાથ બેઠકની વાત કરીએ તો અહીં વિજેતા કોંગ્રેસના વિમલ ચુડાસમાને 73536 મત મળ્યા હતા જ્યારે ભાજપના માનસિંગ પરમારને 72235 મત મળ્યા હતા, મતલબ કે અહીં મતોનો તફાવત સાવ નજીવો છે. અહીં વિમલ ચુડાસમાને માત્ર 1301 મત મળ્યા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી 32828 મત મેળવી શકી છે. જોકે જો આપ ગુજરાતમાં ન હોત તો પણ આ મત ભાજપના ફાળે આવે તેવી શક્યતાઓ ઘણી જ ઓછી હતી. તેથી હાલ આપણે જોઈએ કે અહીં નોટામાં 1518 મત પડ્યા છે. મતલબ કે હાર જીતના માર્જીન કરતા તો નોટામાં મત વધારે પડ્યા છે.

ખેડબ્રહ્મા
બીજી બાજુ હવે આપણે વાત કરીએ ત્રીજી બેઠકની તો ખેડબ્રહ્મા બેઠક પરથી ભાજપે અશ્વિન કોટવાલને ચૂંટડણી જંગમાં ઉતાર્યા હતા જેમને 65256 મત મેળવ્યા હતા. કોંગ્રેસે ડો. તુષાર ચૌધરીને અહીં ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા જેમને 67050 મત મળ્યા હતા. આ તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિપિનચંદ્ર ગામેતી પણ 54630 મત લઈ આવ્યા હતા. જોકે હાર જીતનું અહીં માર્જીન જોવા જઈએ તો 1794 થાય છે જ્યારે તેની સામે નોટામાં 7320 મત પડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણે બેઠકો પર ભાજપને મોટો ફટકો પડ્યો છે. નોટામાં અહીં હાર જીતના માર્જીન કરતાં વધારે મતો પડ્યા છે.

શું છે NOTA
આપણે સામાન્ય સમજથી જ વાત કરીએ તો નોટા એક એવા મત છે જે મતદારો તે બેઠક પર ઉતારવામાં આવેલા એક પણ નેતાને વોટ આપવા માગતા નથી. તેઓ મતદાન અવશ્ય કરી રહ્યા છે પરંતુ તેમને ઉપરોક્ત પૈકી એક પણ નેતા પસંદ નથી કે તેમને મત આપવા માગતા નથી તો તેવા મતદારો નોટામાં મતદાન કરે છે. જોકે ભારતમાં નોટા, જીતનારા ઉમેદવારને બર્ખાસ્ત કરવાની ગેરંટી આપતા નથી. તેથી ફક્ત એક નકારાત્મક પ્રતિક્રિયા આપવાની આ એક વિધિ સમજી શકાય. જો કોઈ જોગવાઈ છ વર્ષ માટે ઓછામાં ઓછા તે બેઠક પુરતા ઊભા રહેલા તમામ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવા માટે છે તો તે મતદાતાઓના દૃષ્ટીકોણને નિશ્ચિત રુપથી કાંઈક નિર્ણાયક નિષ્કર્ષ આપશે.

    follow whatsapp