સોમનાથના MLAએ કહ્યું’એકલો વિમલ ચુડાસમા જ 156ને ભારે પડશે’

સોમનાથઃ સોમનાથ વિધાનસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાને જીત મળી છે. જે પછી તેમણે વિજય સરઘસ અને સભા વખતે ભાજપ અને આપ પર શાબ્દીક બાણ…

gujarattak
follow google news

સોમનાથઃ સોમનાથ વિધાનસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાને જીત મળી છે. જે પછી તેમણે વિજય સરઘસ અને સભા વખતે ભાજપ અને આપ પર શાબ્દીક બાણ ચલાવ્યા હતા. સાથે જ ભાજપને પડકાર ફેંક્યો હતો કે આ વિમલ ચુડાસમા એકલો જ 156ને ભારે પડશે. સોમનાથનો સાવજ વિધાનસભા ગજવશે. ઉલ્લેખનીય છે કે વિમલ ચુડાસમાને ફરી જનતાએ ચૂંટી કાઢ્યા છે. તેમને કુલ 73 હજાર મત મળ્યા હતા જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72 હજાર મત મળ્યા હતા. ખુબ પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમા ફરી અહીંના ધારાસભ્ય બન્યા હતા.

સોમનાથમાં દાદાએ પાપની સજા આપીઃ ચુડાસમા
વિમલ ચુડાસમાએ વિજય પછી જાહેર સભા સંબોધન વખતે કહ્યું કે, જ્યારે 2017માં કોંગ્રેસ ટિકિટ આપી હતી, સોમનાથ દાદાના આશિર્વાદથી તમે મને 20 હજારની લીડ સાથે જીતાડ્યો હતો. હું લોકોની વચ્ચે રહ્યો પાંચ વર્ષ સુધી. 108 કરતા પણ વધારે આપણે ઝડપે સેવા આપવાનું કામ કર્યું છે. હું તો દિલનો ચોખ્ખો છું, તમને ક્યારેય નુકસાન કરવાનું કામ મારું નહીં હોય, બાકીના જીત્યા હોત તો તમને ખબર પડતી. મોદી આવ્યા, શાહ આવ્યા, મુખ્યમંત્રી આવ્યા, પાટીલ આવ્યા, છેલ્લે ફ્રીમાં પણ આવ્યા તો પણ કોંગ્રેસનો જ ધારાસભ્ય, પાપ કર્યાની સોમનાથ દાદાએ સજા આપી છે. એકલો વિમલ ચુડાસમા જ કાફી છે. 156 આવ્યા, અમે 17 આવ્યા તો ફરક શું પડે છે. શું ફરક પડે ભાઈ…. એકલો વિમલ ચુડાસમા જ કાફી છે. વિધાનસભામાં જ્યારે તમારો વિમલ જાય ત્યારે આઈ કાર્ડ પહેરવાની જરૂર નથી પડતી. બીજાને બતાવવા પડે છે, મેં ક્યારેય પહેર્યું નથી પહેરવાનો નથી. મારી પ્રજા જ મારી ઓળખ છે. મારું ટિસર્ટ અડવાને કારણે અધ્યક્ષને પણ ટિકિટ મળી નહીં. વધારે થયું હોત તો શું થાત.

    follow whatsapp