ગુજરાતઃ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે કયું છે પેપર

અમદાવાદઃ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 14 માર્ચથી પરીશાઓ શરૂ થવા જઈ…

gujarattak
follow google news

અમદાવાદઃ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 14 માર્ચથી પરીશાઓ શરૂ થવા જઈ રહી છે. પહેલું જ પેપર ગુજરાતીનું છે ઉપરાંત માર્ચ 2023માં યોજાનારી ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં સામાન્ય પ્રવાહમાં 14મી માર્ચે સવારે સહકાર અને પંચાયત પહેલું પેપર છે જ્યારે કોમર્સ માટે નામાના મૂળ તત્વો પહેલું પેપર છે.

ડો. કુબેર ડિંડોરે આજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પછી એક વિવિધ બોર્ડની પરીક્ષાઓના પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેમણે ધોરણ 10 અને 12ના કાર્યક્રમોની જાહેરાત કરી હતી. તેમણે આ ઉપરાંત ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાનો પણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. તથા ધોરણ 12 સાયન્સનો પણ કાર્યક્રમ જાહેર કર્યો હતો જેમાં પહેલું પેપર તા. 14મી માર્ચે ભૌતિક વિજ્ઞાનનું છે. તો આવો જાણીએ કઈ પરીક્ષા ક્યારે છે.

    follow whatsapp