Gujarat Board Exam: ગુજરાતમાં માર્ચ-એપ્રિલ મહિનામાં ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. હાલમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જે મુજબ, ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા સમય કરતા વહેલી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી પરીક્ષાની તારીખ સામે આવી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: બોર્ડ પરીક્ષાની સારી ન ગઈ હોય તો ચિંતા ન કરશો, આ રહ્યા સરકારી નોકરીથી માંડીને અનેક વિકલ્પો
ધો.12 સાયન્સના વિદ્યાર્થી આપી શકશે રી-એક્ઝામ
અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની અગાઉ જેમ પૂરક પરીક્ષા લેવાતી હતી, તે મુજબ આ વખતે સમય કરતા વહેલા પરીક્ષા લેવાનું આયોજન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ધો.12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી-એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે. 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપવી હોય તો પણ તે આપી શકે અને બેસ્ટ ઓફ 2 એટલે કે બંનેમાંથી જે વધુ માર્ક્સ હોય તે એને ગણતરીમાં લેવાય તે પ્રકારનું બોર્ડના ઠરાવમાં જણાવ્યું છે. એટલે પૂરક પરીક્ષા સ્વરૂતે તેને આખી પરીક્ષા આપવી હોય તો પણ આપી શકે છે.
આ પણ વાંચો: 'જય શ્રી રામ' લખ્યું અને વિદ્યાર્થીઓ થયા પાસ, RTI માં ખુલાસા બાદ પ્રોફેસર સામે કડક કાર્યવાહી
ધો.10માં 3 વિષય સુધી પૂરક પરીક્ષા આપી શકાશે
DEOએ વધુમાં ઉમેર્યું કે, ACPCની જે આખી એડમિશન પ્રક્રિયા હોય છે એમાં આ જે વધુ માર્ક્સ હોય અથવા તેને જે ગણવા હોય તે પ્રકારનું પણ આગામી સમયનું આયોજન છે. વધુમાં ધો.10માં ગત વર્ષે બે જ વિષયમાં ફેલ હોય તો તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા. એની જગ્યાએ આ વર્ષે 3 વિષયો સુધીની છૂટ આપી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 1 જ વિષયની અંદર તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા. તેની જગ્યાએ આ વર્ષે 2 વિષય મૂકવામાં આવ્યા છે.
(ઈનપુટ: અતુલ તિવારી)
ADVERTISEMENT