Gujarat Diploma Engineering College Admission: ધોરણ 10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરવા અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2024-25 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ 15 એપ્રિલથી 15 મે સુધી ચાલશે. જો સી ટુ ડીના વિદ્યાર્થીઓ માટે વાત કરવામાં આવે તો 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે. આ વર્ષે 74644 સીટો પર ડિપ્લોમાં એન્જિનિયરિંગ માટે એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં કુલ 148 કોલેજો અને 36 અલગ અલગ બ્રાન્ચનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સમગ્ર એડમિશન પ્રક્રિયા કેવી રીતે યોજાશે
ACPDC દ્વારા સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન યોજાશે. ડિપ્લોમા એન્જીનીયરીંગનું 23 મેના રોજ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાશે. ત્યારબાદ મોક રાઉન્ડ માટે ચોઇસ ફીલિંગ 23 મેથી 27 મે સુધી હાથ ધરાશે. મોક રાઉન્ડનું પરિણામ 30 મે જાહેર થશે. જ્યારે ફાઇનલ મેરીટ લિસ્ટ 30 મે જાહેર કરાશે. પ્રથમ રાઉન્ડ માટે ઉમેદવારો દ્વારા પસંદગી ભરવી તેમજ ફેરફાર 31 મેથી 3 જૂન દરમિયાન કરી શકાશે. રાઉન્ડ 1નું એલોટમેન્ટ લિસ્ટ 6 જૂનએ જાહેર થશે. વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ 6 થી 10 જૂન સુધીમાં નિશ્ચિત કરવાનો રહેશે. ત્યારબાદ ખાલી રહેતી બેઠકો અંગે જાહેરાત કરી, બીજો રાઉન્ડ હાથ ધરાશે. રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 250 ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે.
ભારતનું સૌથી અનોખું મંદિર, જ્યાં સમયસર પ્રસાદ ધરાવવામાં ન આવે તો પાતળી થઈ જાય છે શ્રી કૃષ્ણની મૂર્તિ
Diploma Admission Procedure
1. નોંધણી (Registration)
2. દસ્તાવેજ ચકાસણી (Document Verification)
3. મેરિટ લિસ્ટનું પ્રકાશન (Publication of Merit List)
4. ચોઇસ ફિલિંગ (Choice Filling)
5. બેઠક ફાળવણી (Seat Allotment)
ડિપ્લોમાં એન્જિનિયરિંગની બેઠકોની વિગત | ||
કોર્ષ | કોલેજ | બેઠકો |
પ્રથમ વર્ષ એન્જિનિયરિંગ | સરકારી 31 | 20698 |
અનુદાનિત 5 | 1515 | |
SFI 113 | 47010 | |
કુલ | 149 | 69223 |
બીજુ વર્ષ તેમજ ત્રીજુ સેમેસ્ટર ડિપ્લોમાં ઈજનેરી (સીટુઓડી) | સરકારી 31 | 10099 |
અનુદાનિત 05 | 324 | |
સેલ્ફ ફાઈનાન્સ 105 | 25023 | |
કુલ | 141 | 35446 |
ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
પહેલી વખત જ્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશે ત્યારે ફી પેટે રૂ. 250 ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે. ઉપરાંત જો કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિશે વધુ જાણકારી મેળવી હોય અથવા સમજાતી ન હોય તો રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સરળ સમજૂતી https://acpde.gujarat.gov.in પર તમામ માહિતી, માર્ગદર્શિકા, વીડિયો લિન્ક પણ આપવામાં આવી છે જેથી સરળતાથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે.
મેરીટ કેવી રીતે તૈયાર થાય છે?
શું તમે જાણો છો કે ધો. 10 પછીનાં ડિપ્લામામાં એડમિશન લેવા માટે મેરીટ કેવી રીતે બને છે? ધો. 10 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયની કુલ 300 માર્કસની પરીક્ષામાંથી મેળવેલા માર્કસનાં આધારે મેરીટ તૈયાર કરવામાં આવે છે. તેમજ C to D માં, ITI, TEBની અંતિમ વર્ષમાં ટ્રેડ થિયરી, વર્કશોપ કેલક્યુલેશન સાયન્સમાં મેળવેલા માર્ક્સનાં આધારે ઓવરઓલ મેટિર તૈયાર થશે.
અરજી ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો (Documents required to fill application form)
- ધોરણ 10/સમકક્ષ પરીક્ષાની માર્કશીટ/પ્રમાણપત્ર.
- શાળા છોડેલનું પ્રમાણપત્ર.
- અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) ના ઉમેદવારોએ સરકાર દ્વારા જારી કરાયેલ તેમના જાતિ પ્રમાણપત્રો
- પરિવારનું નોન-ક્રિમી લેયર (NCL) પ્રમાણપત્ર, જે ગુજરાત સરકારની સત્તા દ્વારા જારી કરવામાં આવે છે
- શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારે શારીરિક વિકલાંગતાનું પ્રમાણપત્ર સબમિટ કરવું
- ઇન-સર્વિસમેન પ્રમાણપત્ર સંબંધિત યુનિટના કમાન્ડિંગ ઓફિસર દ્વારા જારી કરવું જોઈએ
- જો ઉમેદવાર પ્રમાણપત્ર ધારક હોય તો તેણે TEB અથવા ITI અથવા IGTR દ્વારા જારી કરાયેલ માર્કશીટ સબમિટ કરવી જોઈએ.
- સરકાર દ્વારા જારી કરાયેલ આવકનું પ્રમાણપત્ર
એડમિશન કમિટીની વિદ્યાર્થીઓને અપીલ
એડમિશન કમિટીએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન યુઝરે પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરવો જોઈએ અને તેને છેક સુધી એક્ટિવ રાખવો જોઈએ કારણ કે આઈડી બનાવતી વખતે સબમિટ કરેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર ઓટીપી મોકલવામાં આવે છે.
ADVERTISEMENT