ગુજરાતમાં 5,000 કરોડનું મૂડી રોકાણ કરશે આ કંપનીઃ CMની અધ્યક્ષતામાં સંપન્ન થયા MOU

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર અને દિપક કેમટેક લિમિટેડ વચ્ચે રૂ. પ૦૦૦ કરોડના MoU સંપન્ન થયા છે. આ સાથે જ પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે…

ગુજરાતમાં 5,000 કરોડનું મૂડી રોકાણ કરશે આ કંપનીઃ CMની અધ્યક્ષતામાં સંપન્ન થયા MOU

ગુજરાતમાં 5,000 કરોડનું મૂડી રોકાણ કરશે આ કંપનીઃ CMની અધ્યક્ષતામાં સંપન્ન થયા MOU

follow google news

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર અને દિપક કેમટેક લિમિટેડ વચ્ચે રૂ. પ૦૦૦ કરોડના MoU સંપન્ન થયા છે. આ સાથે જ પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને સાકાર કરવા માટે રાજ્ય સરકારનું મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દહેજ ખાતે ર૦ર૬-ર૭ સુધીમાં ૩ પ્રોજેક્ટ સ્થપાશે જેમાં ૧પ૦૦ લોકોને રોજગારીના અવસર મળશે તેવી આશાઓ પણ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ MoU વખતે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

2026-27માં પ્રોજેક્ટ થશે સ્ટાર્ટ
પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ગુજરાતને સેલ્ફ રિલાયન્ટ બનવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું હોવાનું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયું છે. ગુજરાત સરકારે હાલમાં એક ખાનગી કંપની દિપક કેમટેક લિ. સાથે MoU સાઈન કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારે દિપક કેમટેક લિમિટેડ-DCTL સાથે રૂ. પાંચ હજાર કરોડના મૂડીરોકાણ માટેના MoU ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કર્યા હતા. સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર અને DCTLના ડિરેક્ટર મેઘવ મહેતાએ આ MoUની આપ-લે કરી હતી. આ MoU અંતર્ગત દિપક કેમટેક લિમિટેડ દહેજ ખાતે કુલ રૂ. પ૦૦૦ કરોડના મૂડીરોકાણથી સ્પેશિયાલિટી કેમિક્લ્સ, ફીનોલ/એસિટોન અને બાયસ્ફીનોલનું ઉત્પાદન કરવા માટેના ૩ પ્રોજેક્ટ સ્થાપશે, પરિણામે ૧પ૦૦ લોકોને રોજગારીના અવસર મળશે. આ પ્રોજેક્ટસ વર્ષ ર૦ર૬-ર૭ સુધીમાં કાર્યરત થશે તેમ કંપનીના ડિરેક્ટરે જણાવ્યું હતું.

GTvsCSK LIVE: ધોનીની સામે ઉતરતા પહેલા હાર્દિક પંડ્યાએ આપ્યું મોટુ નિવેદન

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની ઉદ્યોગો માટેની પ્રોત્સાહક નીતિઓ અને તેના ફળસ્વરૂપે ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં થઈ રહેલા મૂડી રોકાણની વિસ્તૃત વિગતો આપી હતી. DCTLની પેરેન્ટ કંપની દિપક નાઇટ્રેડ લિમિટેડના ચેરમેન દિપક મહેતાએ રાજ્ય સરકારે કોવિડ મહામારીના સમયગાળામાં ઉદ્યોગોને કરેલી મદદ અને પ્રોત્સાહન સહાયને ખાસ બિરદાવ્યાં હતા. દિપક મહેતાએ જણાવ્યું કે, પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીયરીનું વર્તમાન માર્કેટ ૧૮૦ બિલિયન યુ.એસ. ડોલર છે. જે થોડા વર્ષોમાં વધીને ૬પ૦ બિલિયન યુ.એસ. ડોલર થઇ જશે. ગુજરાત આ ક્ષેત્રે પ૦% એટલે કે ૩૦૦ બિલિયન ડોલરની કિંમતના પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટનું ઉત્પાદન કરવાની ક્ષમતા કેળવી શકે છે. ઉપરાંત કેમિકલ્સ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી શકાશે. દરમિયાન મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદિપ સાગલે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    follow whatsapp