Dang Accident News : સાપુતારામાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સાપુતારાના ઘાટમાર્ગ પર આજે એક ટ્રકની બ્રેક ફેલ થતા પ્રવાસી કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેના પગલે આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે.
ADVERTISEMENT
ચાર લોકોના કમકમાટી ભર્યા મોત
મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગ પર આજે લાકડા ભરેલ એક ટ્રકની બ્રેક ફેલ થતાં પલ્ટીને પ્રવાસી કાર પર પડતા કારનો બુકડો થઈ ગયો હતો. જેના કારણે ચાર પ્રવાસી લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ચાર લોકોમાં 1 પુરુષ, 2 મહિલા તેમજ 3 વર્ષીય બાળકીનો સમાવેશ થાય છે. આ સિવાય અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે જેના કારણે તેમને હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે.અકસ્માત થતાં તરત જ સ્થાનિકો લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
તમામ લોકોની આ રીતે થઈ ઓળખ
કાર ચાલક અમિત રાજપૂત, તેમની પત્ની પ્રિયંકા રાજપૂત અને તેમની બે વર્ષની પુત્રી અનાયા રાજપૂત અને રમાબેન ઠાકુરનું પણ અકસ્માતે મોત નીપજ્યું હતું, જ્યારે મીરાબેન ઠાકુર ગંભીર રીતે ઘાયલ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.અકસ્માતની માહિતી મળતાં પોલીસ અને 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.ક્રેન વડે ટ્રકને ઉપાડ્યા બાદ દટાયેલી કારને કાપીને લોકોને બહાર કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT