દ્વારકાઃ દ્વારકાધીશ જગતમંદિર આવતી કાલે ભક્તો માટે બંધ રાખવામાં આવશે. દ્વારકા નજીકથી વાવાઝોડું પસાર થઈ રહ્યું છે ત્યારે કોઈ અકસ્માત કે, જાનહાની ન થાય તેવા હેતુથી આવતીકાલે જગત મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવશે. જોકે ભક્તો ઓનલાઈન દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
વાવાઝોડાને પગલે TAT(S)ની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
શું કહ્યું મંદિર ટ્રસ્ટે?
સૌરાષ્ટ્ર, કચ્છ પર કુદરતી આફત બિપોરજોયને ધ્યાને લઈને દ્વારકા મંદિર ટ્રસ્ટે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ભગવાન દ્વારકાધીશના ભક્તો-યાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે દ્વારકાધીશ મંદિર આવતીકાલે 15મી જૂન 2023એ ગુરુવારે દર્શન માટે બંધ રહેશે. જોકે શ્રીજીની સેવા પુજાનો નિત્યક્રમ પરંપરા પ્રમાણે પુજારીઓ દ્વારા ચાલુ રહેશે. જે ભક્તો નિત્યદર્શન કરવા માગતા હોય તેઓ સંસ્થાની વેબસાઈટ dwarkadhish.org તથા સંસ્થાના અન્ય અધિકૃત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મસ પરથી ઓનલાઈન દર્શન કરી શકશે.
(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)
ADVERTISEMENT