દ્વારકા: ગુજરાતના દરિયકાંઠે બિપોરજોય વાવાઝોડું ટકરાઈ ચુક્યું છે. જમીન સાથે ભટકાવાની આ પ્રક્રિયાને લેન્ડફોલ કહે છે. દરમિયાન દરિયો ઊંચો આવે છે અને ભારે પવન મોટી તારાજી સર્જી નાખે છે. ત્યારે ગુજરાતના દ્વારકામાં લેન્ડફોલ સાથે જ મોટી અસરો જોવા મળી રહી છે. દ્વારકામાં ભારે પવન ફૂંકાયો છે. ભાટિયા ગામે તેજ પવન અને વાવાઝોડાને કારણે મકાનના પતરા પણ ઉડી ગયા હતા. આ તરફ દરિયો પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
દ્વારકાના ઓખામાં દરિયો ભારે ડરામણો નજરે પડી રહ્યો છે. દ્વારકા યાત્રાધામ ખાતે જ અનેક વિસ્તારોમાં નાના મોટા ઘણા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. વૃક્ષો ઘણા વાહનો ઉપર પડતા વાહનો પણ ફસાયા છે. તો બીજી તરફ ઘણા વૃક્ષો તો જડમૂળથી જ ઉખડી ગયા છે તો ઘણા થડના ભાગેથી ભાગી ગયા છે. જોકે હજુ સુધી જાનહાનીના કોઈ અહેવાલ સામે નહીં આવતા લોકોએ હાંશકારો અનુભવાયો છે.
જામનગરમાં ભારે પવનમાં વૃક્ષ પડતા પશુઓ ફસાયા, NDRF દ્વારા કરાયું રેસ્ક્યૂઃ Video
જોકે બીજી બાજુ તારાજીના દ્રશ્યો જોઈ મનના ખુણામાં દુખની લાગણી પણ લોકો અનુભવી રહ્યા છે. ઘણા સ્થાનો પર વીજપોલ પણ પડી ચુક્યા છે. કેટલાક વિસ્તારોમાં ઘરોની દીવાલો તૂટી ગઈ છે. હોર્ડિંગ અને છાપરા ઉડી ગયા છે. ગોમતી ઘાટ પાસેની સ્થિતિની જો વાત કરીએ તો ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ તરફ દ્વારકાધીશ મંદિરમાં આ આફત ટાળવા માટે વિષ્ણું યજ્ઞ શરૂ કરાયો છે. ઘણા વિસ્તારોમાં વીજળી ઠપ્પ થઈ ગઈ હતી.
દ્વારકામાં આ બાજુ દરિયો ગાંડો થયો છે તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદ પણ ખાબક્યો છે. ઘણા રહેણાક વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. અલખ હોટલનો શેડ પણ ઉડી ગયો હતો જેનાથી મોટું નુકસાન થયું હતું. પવનના કારણે મોજા ઘણા ઉછળી રહ્યા છે ત્યારે ચિંતાજનક માહોલ જોવા મળ્યો છે.
ADVERTISEMENT