અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં આગામી બે દિવસમાં ચક્રવાત ત્રાટકે તેવી સંભાવનાઓ છે. ગુજરાતમાં બાયપરજોય નામનું ચક્રવાત માથે મંડરાઈ રહ્યું છે. જોકે એક એવી થીયરી પણ સામે આવી છે કે આ વાવાઝોડું ફંટાઈ જશે પરંતુ હાલ આ વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થયું છે.
ADVERTISEMENT
શું કહે છે હવામાન વિભાગ
હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 5થી 7 જૂન દરમિયાનમાં બાયપરજોય નામનું વાવાઝોડું ગુજરાતમાં વરસાદ અને ભારે પવનનું કારણ બનશે. દરમિયાનમાં 50 કિમી પ્રતિ કલાક કરતા વધારે ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ઉપરાંત મોડાસા, મહેસાણા, પાટણ સહિત ઘમા શહેરોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આપણા પૈકીના ઘણાઓએ અમદાવાદમાં હાલમાં જ થયેલા વીજળી સાથેના વરસાદને અનુભવ્યો, કારણ કે તે દિવસે જેવા વીજળીના કડાકા ભાગ્યે જ અહીં લોકોએ જોયા હતા. અત્યંત ભયાનક અવાજ સાથે વીજળી, ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
16 જુને બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કરશે લગ્ન! યુવતી ગંગોત્રીથી પગપાળા થઇ રવાના
આગામી સમયમાં આવી રહેલા બાયપરજોય વાવાઝોડાને લઈને રાહત કાર્યો માટેની તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવાઈ છે. ઉપરાંત માછીમારોને પણ દરિયમાં આ દરમિયાન નહીં જવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. કારણ કે બાયપરજોયની એન્ટ્રી પછી પણ ગુજરાતમાં થોડા દિવસ વરસાદ ચાલુ રહે તેમ છે. હા, લોકોને ગરમીથી રાહત જરૂર મળશે.
ADVERTISEMENT