રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 871 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આજે સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે 1031 દર્દીઓ સાજા થયા છે જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં કોરોનાના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં વેકસીનેશન પર પણ પૂરો બહાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5,22,127 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,78,64,307 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 6246 એક્ટિવ કેસ છે જ્યારે 23 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાથી કુલ 1092 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ કુલ 1241363 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98. 63 છે જ્યારે 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે પ્રિકોશન ડોઝ છેલ્લા 24 કલાકમાં 449196 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં છોટાઉદેપુર, ડાંગ, મહીસાગર, નર્મદા અને તાપીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં કોરોનાથી 1 દર્દીનું મૃત્યુ થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT