અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકારે રસીકરણ પર પણ જોર આપવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ 23 દર્દીઓ સાજા થયા અત્યાર સુધીમાં કુલ 12,66,759 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. બીજી તરફ કોરોનાના કુલ 1052 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. કોરોનાના સાજા થાનો દર 99.11 ટકાએ પહોંચી ચુક્યો છે.
ADVERTISEMENT
હાલ રાજ્યમાં કોરોનાના કુલ 268 એક્ટિવ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 263 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1266759 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 11047 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાના કુલ 23 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. કુલ 58 નાગરિકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 51 ને રસીનો પ્રથમ અને 91 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકોની વાત કરીએ તો 19 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. 96 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા છે. 12-14 વર્ષના નાગરિકોને કોરોનાનો ડોઝ અપાયો છે. 18-59 વર્ષના 795 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1052 નાગરિકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT