અમદાવાદ: કોરોના ફરી લોકોની ચિંતા વધારી રહ્યું છે. થોડા મહિનાઓની રાહત બાદ ફરી એક વખત કોરોનાએ દેશભરમાં જોર પકડયું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્રની ચિંતા વધી છે. ત્યારે બીજી તરફ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 338 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે સતત બીજા દિવસે કોરોનાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
ADVERTISEMENT
ગઇકાલની સરખામણીમાં કોરોનાના સંક્રમણમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં ગઈકાલે 381 કેસ નોંધાયા હતા. ત્યારે આજે 338 કોરોનાના કેસ નોંધાયો છે. આજે સૌથી વધારે અમદાવાદમાં 92 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં 44, સુરતમાં 37, મોરબીમાં 34, વડોદરામાં 28, બનાસકાંઠા અને મહેસાણામાં 12-12 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 274 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
રિકવરી રેટ 98.87 ટકા
અત્યાર સુધીમાં કુલ 12,68,837 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 2305 એક્ટિવ કેસ છે. જે પૈકી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2310 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 11055 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.96 ટકા છે.
આ પણ વાંચો: કોરોનાને લઈ ગુજરાતમાં આ છે માસ્ટર પ્લાન, જાણો કેટલો છે દવાઓનો જથ્થો
704 લોકોએ લીધી વેક્સિન
રાજ્યમાં વેકસીનેશનના આંકડા સતત ચિંતા વધારી રહ્યા છે. આજે માત્ર 276 લોકોએ વેક્સિન લીધી છે. જેમાંથી 35 લોકોએ કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો છે. 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 13 અને બીજો ડોઝ 31 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના એક જ વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ કોઈ પણ વ્યક્તિએ લીધો નથી. 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં એક પણ વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો નથી. જ્યારે 1વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે. અને 18 થી 59 વર્ષમાં 195 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT