ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ હવે સિઝનલ તાવ જેવા થઇ ચુક્યાં છે. સતત વધી તો રહ્યા છે પરંતુ નાગરિકો હવે આ બાબતે પ્રમાણમાં ઓછા ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 1128 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 902 દર્દી કોરોના મુક્ત પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,36,031 દર્દીઓ કોરોના મુક્ત થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.63 ટકાએ પહોંચ્યો છે. તો શક્ય તેટલો કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સરકાર રસીકરણ પણ યુદ્ધના ધોરણે ચલાવી રહી છે. પ્રથમ અને બીજા ડોઝ બાદ હવે પ્રિકોર્શન ડોઝ પર સરકારનો ભાર વધી રહ્યો છે. આજે રસીના કુલ 5,73,627 ડોઝ આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સરકાર કોરોનાની સારવાર ઉપરાંત કોરોના નિવારણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીકરણ મુદ્દે સરકાર મજબુતીથી પ્રયાસ કરી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 3019 ને પ્રથમ અને 10038 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના તરૂણો પૈકી 315 ને રસીનો પ્રથમ અને 2109 ને રસીનો બીજો ડોઝ અપાઇ અપાયો હતો. 88870 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના કિશોરો પૈકી 4397 ને રસીનો પ્રથમ અને 3940 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના 460939 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,73,627 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,55,60,693 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 6218 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 વેન્ટીલેટર પર છે. જ્યારે 6208 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1236031 નાગરિકો કોરોના મુક્ત થઇ ચુક્યાં છે. 10968 નાગરિકોનાં કોરોનાથી મોત થઇ ચુક્યાં છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3 નાગરિકનું મોત થઇ ચુક્યું છે.
ADVERTISEMENT