અમદાવાદ : રાજ્યમાં આજે કોરોનાના 121 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી સાજા થવાનો દર 99.05 ટકાએ પહોંચ્યો હતો. આજે રાજ્યમાં કુલ 204 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,78,222 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 1218 કેસ એક્ટિવ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1211 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,78,222 નાગિરકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 11074 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે કોરોરાનો રિકવરી રેટ 99.05 ટકાએ પહોંચ્યો છે.
ADVERTISEMENT
રાજ્યમાં આજે કોરોનાના કુલ 121 કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 44, વડોદરા કોર્પોરેશન 18, સુરત કોર્પોરેશન 14, મહેસાણા 11, ગાંધીનગર-સુરતમાં 6, બનાસકાંઠા 5, વલસાડ 4, આણંદ-વડોદરામાં 3, ભરૂચમાં 2 અને અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, રાજકોટ અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભુમિ દ્વારકા,ગીરસોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મોરબી,નર્મદા, નવસારી,પંચમહાલ, પાટણ, પોરબંદર,સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં કોઇ કેસ નોંધાયો નથી.
કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર હાલ તો ઉભુ થઇ રહ્યું છે. જોકે તેમ છતા પણ સરકાર રસીકરણના આંકડા બહાર પાડવાનું ટાળી રહી છે. આ ઉપરાંત કોરોનાનું ટેસ્ટિંગ પણ હવે ખાનગી લેબોરેટરીમાં જ થાય છે. સરકાર દ્વારા હવે ટેસ્ટિંગ કાં તો અટકાવી દેવાયું છે અથવા કોઇ સેન્ટરમાં ખુબ જ ઓછા પ્રમાણમાં ટેસ્ટિંગ થાય છે. જેના કારણે ગુજરાતમાં સંપુર્ણ સાચી સ્થિતિ હજી સુધી સ્પષ્ટ થઇ નથી.
ADVERTISEMENT