ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 191 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 318 દર્દીઓ સાજા પણ થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,58,155 નાગરિકો સાજા થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.02 ટકાએ પહોંચ્યો હતો. જેના પગલે રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,85,233 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1470 એક્ટિવ કેસ છે. જે પૈકી 13 નાગરિકો વેન્ટીલેટર પર છે. 1457 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 1258155 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે 11014 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક નાગરિકનું કોરોનાની સારવાર દરમિયાનમોત નિપજ્યું હતું.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 954 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2971 નાગરિોકને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 363 ને રસીનો પ્રથમ અને 399 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18061 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 791 ને રસીનો પ્રથમ અને 2048 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 15-59 વર્ષના નાગરિકો પૈકી 159646 ને રસીના પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,85,233 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
ADVERTISEMENT