અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા 161 કેસ નોંધાયા છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર 99 ટકા સુધી પહોંચી ચુક્યો છે. આજે 214 દર્દીઓ સાજા થયા અત્યાર સુધી 12,76,526 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 1826 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 1822 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,76,526 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યો છે. જ્યારે 11073 નાગરિકોના મોત થઇ ચુક્યા છે. જો કે તેના કારણે કોરનાની સ્થિતિ હવે પ્રમાણમાં કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. જો કે રસીકરણ બાબતે સરકાર હજી પણ નિષ્ક્રિય જ છે.
ADVERTISEMENT
જિલ્લા અનુસાર કેટલા કેસ નોંધાયા
જિલ્લા અનુસાર આવેલા કેસોની વાત કરીએ તો રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 42, વડોદરા કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશનમાં 23, સુરત 12, મહેસાણા 10, ગાંધીનગર કોર્પોરેશન 7, આણંદ-રાજકોટ કોર્પોરેશન 5-5, અમદાવાદ, ભરૂચમાં 3-3, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં 2-2, બનાસકાંઠા, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશન, મોરબી અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે.
જો કે આટલા જિલ્લાઓ હજી પણ કોરોના મુક્ત
જ્યારે અમરેલી, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભુમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર,નર્મદા, પાટણ, પોરબંદર અને સાબરકાઠા હજી પણ કોરોના મુક્ત છે. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 161 નવા કેસ નોંધાયા છે. જ્યારે 214 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે.
ADVERTISEMENT