અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેના અંતર્ગત કુલ 46 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉની યાદીમાં કુલ 43 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબી ટાળમટોળ બાદ કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
2017માં કોંગ્રેસને 77 બેઠક મળી હતી ગુજરાત કોંગ્રેસમાં ઘણા વર્ષોથી કેટલાક ચોક્કસ નેતાઓ કબ્જેદાર હોય તેવી છાપ કાર્યકરો અને મતદારોમાં હતી, જેના કારણે પણ કોંગ્રેસનો મતદાર ડાયવર્ટ થઈ રહ્યો હતો.એટલું જ નહીં 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન અને દલિત સમાજના આંદોલનને કારણે નારાજ મતદારોએ ભાજપને માંડ માંડ 99 બેઠકો બેઠકો આપી નજીવી બહુમતીથી સત્તા સોંપી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી.
ADVERTISEMENT