ગાંધીનગરઃ આજના સમયમાં જ્યાં ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાની ટિકિટ માટે દાવેદારોની લાંબી લચક લાઈન છે, ત્યાં કોઈ ચાલુ ધારાસભ્ય એવું કહી દે કે હું ચૂંટણી નહીં લડું, માત્ર પ્રચાર કરીશ. તો સ્વાભાવીક રીતે આખા ટોળાની નજર માત્ર તે નેતા તરફ જ વળી જાય. આવું જ કાંઈક બન્યું છે, કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ચાલુ ધારાસભ્યોના નામ આગામી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે છે કે કેમ તેના અંગે ચર્ચાઓ જાગી છે ત્યારે માણસા કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલે એવું કહી દીધું છે કે તેઓ ચૂંટણી લડવા માગતા નથી.
ADVERTISEMENT
ચૂંટણી નહીં લડવાનું તેમણે આપ્યું આ કારણ
માણસાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જોકે તેમનું કહેવું છે કે, પાર્ટીએ તો મને કહ્યું જ છે કે ચૂંટણી લડો પરંતુ મેં ઈનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આવું કરવા પાછળ મારું સ્વાસ્થ્ય કારણભૂત છે, હું ચૂંટણી નહીં લડું. મારે મન પાર્ટી માટે કે કોઈ નેતા માટે કોઈપણ પ્રકારની નારાજગી નથી. હું તો પ્રચારમાં જોડાયેલો રહીશ અને તે પ્રમાણેની પાર્ટીની કામગીરીમાં સાથે રહીશ આ ઉપરાંત એ પણ ખાતરી આપું છું કે હું કોઈ બીજા પક્ષમાં પણ જવા માગતો નથી.
જગદીશ ઠાકોરે કર્યો હતો ચૂંટણી લડવાનો આગ્રહ
આ મમામલે જગદીશ ઠાકોરે પણ તમના આ ખાસ આગ્રહને ધ્યાનમાં રાખ્યો છે પરંતુ તેમની ઈચ્છા છે કે તેઓ ચૂંટણી લડે. પરિવર્તન સંકલ્પ યાત્રામાં પણ તેમણે સુરેશ પટેલને ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. જોકે સુરેશભાઈએ માનભેર તેમના આ આગ્રહને નકાર્યો હતો. જોકે હવે તેમની જગ્યાએ પ્રબળ દાવેદારોમાં બીજા ઘણા નેતાઓ આવશે તે નક્કી છે.
ADVERTISEMENT