પાટણઃ હાલમાં જ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા પછી તેમણે પહેલી જાહેર સભા સિદ્ધપુરમાં થઈ છે. તે દરમિયાન તેમણે ભાજપ અને વિરોધી ઉમેદવારો પર શાબ્દિક બાણ ચલાવ્યા હતા. તે સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ વાકબાણ ચલાવીને સત્તાપક્ષને ચૂંટણી મેદાને પડકાર્યો હતો.
ADVERTISEMENT
જગદીશ ઠાકોરે કહ્યું કે…
જગદીશ ઠાકોરે કહ્યું કે, જેમને અમે વિધાનસભામાં બોલતા જોયા છે. પાણીની સમસ્યા અંગે સારા એવા જાણીતા જયનારાયણ વ્યાસજી, ઉમેદવાર વરરાજા જેવા લાગે છે તેવા ચંદનજી ઠાકોર અને સહુને જગદીશ ઠાકોર તમને નમન કરે છે. જયનારાયણ વ્યાસને વંદન એટલે કરવા પડે કે 27 વર્ષથી સત્તા નથી, છતા આટલી મોટી જનમેદની ભેગી થાય તો તેમને નમન જ કરવા પડે. હું ગુજરાતના પ્રવાસે નીકળ્યો છું. રોજ સાતથી આઠ ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છીએ. લોકો કહેતા હતા કે કોંગ્રેસ દેખાતી નથી, ટીવી મીડિયામાં દેખાતી નથી, કોંગ્રેસના ધારાસભ્યો વેચાઈ જાય છે. તે કહેવાવાળા લોકોને ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ જવાબ આપી દીધો. ક્યાંય કોંગ્રેસ નથી, નેતા, આગેવાન નથી, નેતૃત્વ નથી તો દિલ્હીનો બાદશાહ, આખી કેબીનેટ, અને જેટલા રાજ્યોમાં ભાજપની સરકાર છે તેના મુખ્યમંત્રીઓને લઈ ગુજરાતમાં શું જખ મારે છે? આ કોંગ્રેસની તાકાત છે. અલ્યા અમે તો ગોરા અંગ્રેજોને ગાંઠ્યા નથી. સામી છાતીએ ગોરાઓની ગોળીઓ ખાદી છે, ફાંસીનો ફંદો ચુમીને શહીદ થયા છીએ, તો ભાજપ તું ચીજ શું છે?
કોગ્રેસ સરકાર બનાવશે તો શું કરશે
કોંગ્રેસ સરકાર બનાવશે તો 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવું દુર કરીશું. ડેરીમાં 1 લીટરે 5 રૂપિયાની દુધ પર સબસીડી આપવાની જાહેરાત કરશે. 3 હજાર અંગ્રેજી માધ્યમીક શાળાઓ ગામડાઓમાં ખોલવાની જાહેરાત કરે છે. ખેડૂતોના વીજબીલ માફ કરવાની કોંગ્રેસ જાહેરાત કરે છે. કન્યા કેળવણી દીકરીઓને ભણવાની વ્યવસ્થા કોંગ્રેસ સરકાર પોતાના પૈસે કરશે. દસ લાખ નોકરીઓ, ભરતી વખતે ખેતરમાં, કોઈના ઓટલે, બહાર ગામમાં ગમે ત્યાં રાત વિતાવવી પડે છે. કોંગ્રેસની સરકાર આવ્યા પછી જેટલી પરીક્ષા આવશે તે ગ્રાઉન્ડમાં જ તેની વ્યવસ્થા કરીશું. જોયું છે મેં જે દિકરાઓ પુરી શાક ખાતા હતા તેમને મળ્યા હતા, એક દિકરો પુરી શાક જમતો હતો તેને પુછ્યું કેમ છે, કોઈ કસર હોય તો કહેજે, તે રડવા લાગ્યો. મેં તેને છાનો રાખ્યો. પાણી પીવડાવ્યું. તું કેમ રડે છે. તેણે કહ્યું સાતમી આઠમી પરીક્ષા આપવા બેઠો છું અત્યાર સુધી ચા અને બિસ્કીટ ખાઈને મેં પરીક્ષા આપી છે આ પહેલી વાર પુરી શાક ખાઈ રહ્યો છું એટલે રડું છું. સંતાનોને પેટે પાટા બાંધી ભણાવે છે પરીક્ષા આપે છે અને ખબર પડે છે પેપર ફુટ્યું. ભાજપના શાસનમાં 30 પેપર ફૂટ્યા. તમારી સાથે અન્યાય કર્યો તમને લલકારે છે. 30 વર્ષથી આવું કરે છે. સિદ્ધપુર માગતા થાકે કોંગ્રેસ આપતા નહીં થાકે બસ બનાવો કોંગ્રેસની સરકાર. ડ્રગ્સ, નશો, હવે પાનના ગલ્લે પણ મળે છે ગોગો માગો તો મળી જાય છે. કંડલાના બંદરથી ગુજરાતના ગામે ગામ આપે છે. ગુજરાતમાં દરેક ગામે ગલ્લે આ મળે છે. નોકરી, રોજી, ધંધો, વેપાર કાંઈ નહીં પણ દારુ, ડ્રગ્સ, નશો આપીને તમે છોકરાઓની જીંદગી બગાડો છો?
જયનારાયણ વ્યાસે આ સભા દરમિયાન ભાજપ પર કેવા કર્યા પ્રહાર
જયનારાયણ વ્યાસે કહ્યું કે એક હમણા ગાડી નીકળી છે જેને એક બંધ અને બીજું ચાલુ એવા બે એન્જિન લાગ્યા છે. શરૂઆતથી જ ખામી, અલ્યા એક એન્જિન લાગ્યું અને હવે બીજું લગાવવાનું. ત્યાં એક એન્જિનમાં તકલીફ છે એટલે બીજું લગાવ્યું છે. અહીં વિકાસના એન્જિનમાં ચંદનજી સાથે હું પણ લાગીશ. બળવાન એન્જિન તમારી વિકાસ યાત્રાને દોડાવશે. તમને મારો પરિચય છે કે મેં ક્યારેય કોઈને જુઠું વચન આપ્યું નથી. ચંદનજીને જ્યાં પણ પાંચ વર્ષ મારી જરૂર પડશે ત્યારે હું તેમની સાથે રહીશ. મરદ માણસ દેશ જોડવા નીકળ્યો છે તેનો આપણને ગર્વ હોવો જોઈએ. પેલા લોકો જ્યારે પણ નીકળ્યા ત્યારે એસી બસમાં નીકળ્યા. આપણા રાહુલ ગાંધી સામાન્ય માણસના ઘરે જાય છે. હવે આપણને ખડગેજી જેવા દિર્ગદ્રષ્ટી નેતા મળ્યા છે. આવતીકાલ કોંગ્રેસની છે આપણી છે.
હું ભાજપ છોડી 32 વર્ષ પછી કેમ આવ્યો ખબર છે?- જયનારાયણ વ્યાસ
જયનારાયણ વ્યાસે કહ્યું કે, આપણે કોની સામે લડવા નીકળ્યા છીએ? આપમે પાંચ ‘મ’ સાથે લડવાનું છે, પહેલો ‘મ’ છે મેન પાવર, બીજું મની- સૌથી વધારે ફાળો ભાજપે ઉઘરાવ્યો છે, ગુજરાતમાં બે નંબરના ધનપતિ એ આપણા ભાજપના ઉમેદવાર છે. આવા સરસ ઉમેદવાર મળ્યા હોય, આટલી સંપત્તિ હોય તો તેમણે મિલ સંભાળી રાખવા દેવાય અને ગાંધીનગર નહીં મોકલી ખોટો ધંધો નથી બગાડવો. ત્રીજો ‘મ’ છે મીડિયા અહીં મીડિયા નહીં દેખાય, કોંગ્રેસને નહીં છાપવાનું સાચું હોય તો પણ નહીં છાપવાનું. કોંગ્રેસ પાસે ગોડાઉન ભરેલા પૈસા પણ નથી તે પૈસાનું બળ આપણે ભરવાનું છે. શક્ય એટલા ચંદનજીના પૈસા ઓછા બગડે, ન જમવાનું થાય તો નહી જમીએ. ચોથો ‘મ’ છે મસલ પાવર, જ્યાં હોય ત્યાં પોલીસ મોકલવી, સીબીઆઈ મોકલવી, ડીઆરઆઈ મોકલવી, સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ છેલ્લા દાયકામાં થયો છે તેટલો ક્યારેય નથી થયો પણ તેમને ખબર નથી કે અહીં બેઠેલો એકેય એક મરદ માણસ કોઈના બાપથી ડરતો નથી. ઘણા વર્ષો તમે ભોગવ્યું પછી અમારો પણ વારો આવશે. ચંદનજીને મોકલ્યા પછી આપણે શું કરવાનું, જલસા જ જલસા. આપણા વિસ્તારમાંથી કેટલાક લોકો કોંગ્રેસના પ્રચારમાંથી પાછા ખેંચાઈ જાય તેવું તેમના પર દબાણ લાવવામાં આવે છે. દબાણ લાવનારાને ખબર નથી કે તમે આ ગદ્દારી કરો છો તો દસ ડિસેમ્બર પછી પણ દુનિયા ચાલવાની છે. હું 32 વર્ષ ભાજપમાં રહ્યો, કેમ હું અહીં આવ્યો. અમે એટલે અહીં આવ્યો કારણ કે અમને પેલું ભેળસેળીયું ડિસ્કો તેલ ફાવતું નથી.
ADVERTISEMENT