અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોનાં નામ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂકાઇ ચુક્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા કુલ 43 વિધાનસભા વિસ્તારો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
જો કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઇન્દ્રનીલ રાજ્યુગુરૂ જોડાયા તે રાત્રે જ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. જેમાં ઇન્દ્રનીલ ઉપરાંત તેઓ જ્યાં દાવો માંડી શકે તે તમામ સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. જેથી ઇન્દ્રનીલ કોઇ માંગણી કરે તે પહેલા જ તેમનું નાક દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે બીજો મેજર અપસેટ ત્યારે સર્જાયો જ્યારે અમીબેન યાજ્ઞીકને ધારાસભામાંથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડીયા પરથી અમીબેન યાજ્ઞીકને કોંગ્રેસે ઉતારતા મેજર અપસેટ સર્જાયો હતો. સાંસદ કક્ષાનાં વ્યક્તિને ધારાસભા લડાવીને કોંગ્રેસે મેજર અપસેટ સર્જાયો હતો.
કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી
પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર
ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ
ADVERTISEMENT