Gujarat congress: લોકસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષ એક્ટિવ થઇ ગયા છે. એવામાં ગુજરાત કોંગ્રેસે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેર કર્યા છે. રાજ્યના 13 જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યના 13 જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણુંક
ગુજરાતના 13 જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. નવા પ્રમુખોમાં મનોજ ગોરધનભાઈ કથીરીયા – જામનગર જિલ્લો, મનોજ ભીખાભાઈ જોષી – જૂનાગઢ શહેર, નૌશાદ સોલંકી – સુરેન્દ્રનગર જિલ્લો, કિશોર ચીખલીયા – મોરબી જિલ્લો, હિતેશ મનુભાઈ વ્યાસ – ભાવનગર શહેર, હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરી – મહેસાણા જિલ્લો, અશોક નાથાભાઈ પટેલ – સાબરકાંઠા જિલ્લો, રાજેન્દ્રસિંહ રાણા – ભરૂચ જિલ્લો, ધનસુખ ભગવતીપ્રસાદ રાજપૂત – સુરત શહેર, દિનેશ નાનુભાઈ સાવલિયા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર, વિપુલ બાબુભાઈ ઉધનાવાલા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર, અતુલ રસીકભાઈ રાજાણી – રાજકોટ શહેર, અમરસિંહ રામુભાઈ સોલંકી – અમદાવાદ જિલ્લો, ગુલાબસિંહ ચૌહાણ – મહીસાગર જિલ્લો, ગેમરભાઈ જીવણભાઈ રબારી – પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT