શું ગુજરાતમાં નવા જૂનીના એંધાણ? બાબા બાગેશ્વરે અડધી રાતે પૂર્વ CM રૂપાણીને મળવા બોલાવ્યા!

રાજકોટઃ બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની મુલાકાતે છે ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અચચરજ પામે તેટલી ભીડ જોવા મળી રહી છે. ભાજપના નેતાઓએ ધીરેન્દ્ર…

Vijay Rupani

Vijay Rupani

follow google news

રાજકોટઃ બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની મુલાકાતે છે ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અચચરજ પામે તેટલી ભીડ જોવા મળી રહી છે. ભાજપના નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીના પગ પકડ્યા ત્યારથી ગુજરાતમાં વિરોધનો સૂર પણ ધીમો પડી ગયેલો જોવા મળ્યો છે. વિજ્ઞાન જાથા ખુદ પાણીમાં બેસી ગયેલું જોવા મળી રહ્યું છે. જોકે અહીં આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક ચોંકાવનારી ઘટના એ પણ બની કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી અને ધીરેન્દ્ર શાસ્ત્રીની રાત્રે મુલાકાત થઈ. વિજય રુપાણીએ બાબા બાગેશ્વર સામે પોતાની વેદના ઠાલવી હોય તેવો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે.

કિંગ્સ હાઈટ્સમાં અડધો કલાક કરી વાત
બાબા બાગેશ્વર સામે લોકો પોતાની સમસ્યાઓ લઈને જાય છે તેવા લોકોની સંખ્યા નાનીસુની નથી, જોકે આ સંખ્યામાં એક વિજય રુપાણી પણ હશે તેનો કોઈને અંદાજ આવે નહીં. ગત 31મીએ રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રી કિંગ્સ હાઈટમાં રોકાયા હતા. રિપોર્ટ્સ અનુસાર, દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રુપાણી બાબા બાગેશ્વરના દર્શન માટે કિંગ્સ હાઈટ્સમાં બુલાવો આવતા દોડી ગયા હતા. તેમણે રાત્રે 10.30થી 11.00 સુધી એટલે કે અડધો કલાક સુધી બાબા સાથે વાતચીત કરી હતી. બાબાના આશીર્વાદ લેવા પૂર્વ મુખ્યમંત્રી તેમના પગમાં બેસેલા જોવા મળ્યા હતા.

મુઝફ્ફરનગરમાં નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર કહ્યું, જાણો શું કહ્યું

નેતાઓ બાબાના પગે પડ્યા
વિજય રુપાણી સાથે બાબા બાગેશ્વરના પગમાં પડેલાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને વોર્ડ 7ના કોર્પોરેટર નેહલ શુક્લા પણ હતા. ઉલ્લેખનીય છે કે તેમના પગમાં પડેલા નેતાઓના લિસ્ટમાં અગાઉ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશ દોશી. મેયર પ્રદીપ ડવ, ધારાસભ્ય પબુભા માણેક, ધારાસભ્ય દર્શીતા શાહ સહિત ઘણા નેતાઓનો સમાવેશ થાય છે.

 

    follow whatsapp