ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવવાના કારણે તત્કાલ કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તત્કાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૈષ્ણો દેવી નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર તત્કાલ અસરથી ચાલુ કરી દેવામાં આવી છે. સીએમ પણ કાફલા સાથે રવાના થયા છે. ટુંક જ સમયમાં તેઓ હોસ્પિટલ પહોંચે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT