लाइव
Gujarat Budget 2024-25 Live Updates: ગુજરાતની જનતાને બજેટ 2024માં શું મળ્યું?, એક જ ક્લિકમાં જાણી લો
Gujarat Budget 2024-25 Live Updates: આજે શુક્રવારે ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ ચૂક્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ત્રીજી વખત બજેટ રજૂ કર્યું છે. આજે ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના બજેટને લગતી તમામ વિગતો નીચે જણાવવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 02:07 PM • 02 Feb 2001ગૃહ વિભાગ માટે શું કરાઈ જોગવાઈઓ?- શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે 120 કરોડની જોગવાઈ. - પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે 115 કરોડની જોગવાઇ. - જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે 94 કરોડની જોગવાઇ. - શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે 69 કરોડની જોગવાઇ. - અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે 57 કરોડની જોગવાઇ. - આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે 38 કરોડની જોગવાઇ. - પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે 30 કરોડની જોગવાઇ. - SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર 25 કરોડની જોગવાઇ. - ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે 18 કરોડની જોગવાઇ. - ઓનલાઇન ફાઇનાન્સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા 15 કરોડની જોગવાઇ.
- 02:07 PM • 02 Feb 2001માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈકનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રચાર માધ્યમોના યોગ્ય ઉપયોગ દ્વારા આવી માહિતી ડિજિટલ સ્વરૂપે પારદર્શી રીતે પહોંચાડવા હાલની વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવશે. - રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓને લગતી માહિતી સામાન્ય લોકોને સરળતાથી મળી રહે તે માટે તમામ વિગતો મલ્ટી મીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. - 25થી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને “સામુહિક જૂથ વીમા” યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં 5 લાખથી વધારીને 10 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.
- 01:38 PM • 02 Feb 2001મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું કરાશે આધુનિકરણગુજરાતના બજેટમાં મત્સ્ય ઉત્પાદન કેન્દ્રોનું આધુનિકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રોના આધુનિકરણ માટે રૂપિયા 627 કરોડની જાહેરાત કરાઈ છે. સાગર ખેડુઓને હાઈસ્પીડ ડિઝલ વેટમાં રાહત આપવામાં આવશે. સાગર ખેડુઓને રાહત માટે રૂ.463 કરોડની ફાળવણી કરવામાં આવી. મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે રૂ.134 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- 01:38 PM • 02 Feb 2001આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે. ગત વર્ષની સરખામણીમાં 31,444 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ ભાષણમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઉભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાના ક્ષેત્રે લાભ આપવામાં આવી રહેલ છે.
- 12:34 PM • 02 Feb 2001ગાંધીનગર ગિફ્ટ સિટીના વિકાસ માટે જોગવાઇગાંધીનગર ગિફ્ટ સિટીના વિકાસ માટે ગુજરાતના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. 900થી 3300 એકર વિસ્તારમાં વિસ્તરણની જોગવાઇ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીનો ગ્રીન સિટી તરીકે વિકાસ કરવામાં આવશે. ‘વોક ટુ વર્ક, લિવ વર્ક, પ્લે કમ્યુનિટી’નું આયોજન કરાયુ છે. 4.5 કિમી લાંબો રિવરફ્રન્ટ, રીક્રિએશન ઝોનનો વિકાસ કરાશે. ગિફ્ટ સિટીને મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્કની સુવિધાથી સજજ કરાશે. ગિફ્ટ સિટીમાં ‘ફિન-ટેક’ની સ્થાપના કરવા રૂ.52 કરોડની જાહેરાત, રિવરફ્રન્ટ વિકાસ કામગીરી માટે રૂ.100 કરોડની જાહેરાત કરાઇ છે.
- 12:28 PM • 02 Feb 2001વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ 2421 કરોડની જોગવાઈરાજ્યમાં વિશ્વ કક્ષાનું આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રસ્થાપિત કરવા વિવિધ નીતિઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવશે. ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટ-અપ્સ અને ખાનગી એકમોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં આઇ.ટી. ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવશે. IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી દ્વારા સંશોધન અને વિકાસને ઉત્તેજન આપવામાં આવશે. વિજ્ઞાનલક્ષી પ્રદર્શન અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરૂચી કેળવવા વિજ્ઞાન કેન્દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષમાં સાયન્સ સિટીની રેકોર્ડ ૧૭ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે, જે આ દિશામાં કરેલા પ્રયત્નોની સફળતા દર્શાવે છે. • સેમિકન્ડકટર પોલિસી અંતર્ગત સહાય માટે 924 કરોડની જોગવાઇ. • ઇલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે 125 કરોડની જોગવાઇ. • આઇ.ટી. પોલિસી અંતર્ગત રોકાણોને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ માટે 40 કરોડની જોગવાઇ. • ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર અને સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર (SOC)ના માળખાને સુદ્રઢ કરવા અને એડવાન્સ સિસ્ટમ સાથે વિશેષ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે 102 કરોડની જોગવાઇ. • નવી સ્પેસ ટેક પોલિસી થકી પેલોડ સેટેલાઇટ માટે ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણ સુવિધાઓ સ્થાપિત કરીને સ્પેસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સમગ્ર ઇકોસિસ્ટમને આકર્ષવા 60 કરોડની જોગવાઇ. • અંદાજિત 450 કરોડના ભારતનેટ પ્રોજેક્ટ ફેઝ-3 હેઠળ રાજ્યથી ગામ સુધીના ફાઈબર ગ્રીડને વધુ અસરકારક બનાવવા રાજ્યના કેબલ ઇન્ફ્રાસ્ટ્રકચરને બાકીના 4860 ગામો સુધી પહોંચાડવા માટે 45 કરોડની જોગવાઇ. • ગુજરાત IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, R&D ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુકત માનવબળ તૈયાર કરવા 10 કરોડની જોગવાઇ. • “ડીપ ટેક” પ્રોજેક્ટ દ્વારા આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ (AI), મશીન લર્નીંગ (ML), ઈન્ટરનેટ ઓફ થીંગ્સ (IoT) અને ક્લાઉડ જેવા ક્ષેત્રોમાં કમ્પ્યુટીંગ ઈન્ફ્રાસ્ટ્રકચરના માધ્યમથી કસ્ટમાઈઝડ સોલ્યુશન્સ તૈયાર કરવા 25 કરોડની જોગવાઇ. • બૌદ્ધિક સંપદા અધિકારોને પ્રોત્સાહન, રક્ષણ અને વ્યાપારીકરણ કરવા દરેક જિલ્લામાં આઈ.પી. લેબ અને ઈનોવેશન કેન્દ્રની સ્થાપના કરવા માટે 3 કરોડની જોગવાઇ.
- 11:58 AM • 02 Feb 2001ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈનાણામંત્રીએ જણાવ્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- 11:58 AM • 02 Feb 2001આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડની જોગવાઈગુજરાતના નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને લઈને ઘણી મોટી જાહેરાત કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- 11:58 AM • 02 Feb 2001માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈમાર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે 8423 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ આ એ શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઈ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 767 કરોડની જોગવાઈ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2711 કરોડની જોગવાઈ, મહિલા ને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
- 11:37 AM • 02 Feb 2001સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈબજેટમાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક આર્થિક સહાય માટે 74 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1398 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 61 હજાર કન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે 20 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
- 11:34 AM • 02 Feb 20017 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવાશેરાજ્યના નાણામંત્રીએ બજેટમાં 8 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા બનાવવામાં આવશે.
- 11:34 AM • 02 Feb 2001PM JAY યોજના અંતર્ગત 3100 કરોડની જોગવાઈગુજરાતના બજેટમાં પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ છે. શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55 હજાર 114 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- 11:34 AM • 02 Feb 20013 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ- સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ - આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ - શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ - શિક્ષણ વિભાગ માટે કુલ 55114 કરોડની જોગવાઈ - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20100 કરોડની જોગવાઈ - મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ - અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2711 કરોડની જોગવાઈ - રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડની જોગવાઈ - પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઈ - શેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ - ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે કુલ 8423 કરોડની જોગવાઈ - માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડની જોગવાઈ - બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઈ - જળ સંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડની જોગવાઈ - પાણી પુરવઠા પ્રભાગ માટે 6242 કરોડની જોગવાઈ - વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ - કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ - ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ - પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2098 કરોડની જોગવાઈ - વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ - ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઈ - ગૃહ વિભાગ માટે કુલ 10378 કરોડની જોગવાઈ - કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ - મહેસુલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઈ - સામાન્ય વહીવટી વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ - માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ
- 11:34 AM • 02 Feb 2001કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈગુજરાતના નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- 11:34 AM • 02 Feb 2001જનરક્ષક યોજનાની કરાઈ જાહેરાતગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઈમરજન્સી માટે એક જ નંબર રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 112 નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. યોજના હેઠળ 1100 જન રક્ષક વાહનોનું માળખું ગોઠવાશે.
- 11:19 AM • 02 Feb 2001નમો લક્ષ્મી યોજનાની જાહેરાતનાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યુ છે. નાણામંત્રીએ વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 1250 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાથી10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.
- 10:41 AM • 02 Feb 2001બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને આવરી લેવાશે: ઋષિકેશ પટેલબજેટ પૂર્વે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે આ માત્ર એક બે નહીં પરંતુ આગામી 25 વર્ષ માટેનું બજેટ છે. કનુભાઇ દેસાઇ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને આવરી લેવાશે. આવતા 25 વર્ષ કઇ રીતે કામ કરવુ સરકારે તે અંગે બજેટમાં જોગવાઇ હશે. દરેક ક્ષેત્રમાં ગુજરાત આગળ રહે તે બજેટમા ભાર મુકાશે.
- 10:41 AM • 02 Feb 2001બજેટ અગાઉ કોગ્રેસનો વિરોધગુજરાતનું બજેટ રજૂ થાય તે પહેલા કોગ્રેસે વિરોધ કર્યો. પોસ્ટરો અને એપ્રોન સાથે કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગેસ સિલિન્ડરના ભાવ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.
- 08:40 AM • 02 Feb 2024બજેટનું કદ 3.30 લાખ કરોડની આસપાસ રહેવાની શક્યતાGujarat Budget 2024: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરશે. એવું મનાઈ રહ્યું છે કે, આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર પાછલા વર્ષોની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. આજે રજૂ થનારા બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2024-25ના બજેટનું કદ વધી શકે છે. વર્ષ 2024-25ના બજેટનું કદ 3.30 લાખ કરોડની આસપાસ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT