ગાંધીનગરઃ Gujarat Budget 2023 આજે શુક્રવારે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બીજી વખત રજૂ કરવામાં આવશે. બજેટ રજુ થતા પહેલા પ્રશ્નોત્તરી કાળમાં સામાન્ય વહીવટ, મહેસુલ, ગૃહ, માર્ગ મકાન વગેરે વિભાગોના પ્રશ્નોની ચર્ચાઓ ચાલશે. તે પછી કનુ દેસાઈ બજેટ રજુ કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત વર્ષે કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2.43 લાખ કરોડનું હતું. જેમાં આ વર્ષે પણ 20 ટકા વધારો થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
તમામ પોલીસ મથકોમાં 29 માર્ચ સુધી CCTV કેમેરા સુનિશ્ચિત કરોઃ સુપ્રીમ કોર્ટ
હર્ષ સંઘવીએ કહ્યું…
અગાઉ વર્ષ 2021-22નું બજેટ કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગુરુવારે પેપર લીક મામલામાં નવા કાયદાને પસાર કરવામાં આવ્યો હતો. સર્વાનુમતે પેપરલીકમાં દોષિતને દસ વર્ષની સજા અને 1 કરોડ સુધીનો દંડ ઉપરાંત પરીક્ષાર્થી જો પેપર ફોડવામાં સંડોવાયેલા હોય તો તેમને પણ 3 વર્ષની સજા અને દોઢ લાખ સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત ગુજરાતના હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું હતું કે, વિપક્ષોથી લઈને તમામના મળેલા અભિપ્રાયોને આધારે સરકારે તાત્કાલીક આ અંગે કાયદો લાવી છે. તમામના સર્વાનુમતે આ વિધેયકને પસાર કરવામાં આવ્યું છે. આ કાયદામાં કોઈ છટકબારી રાખવામાં આવી નથી. આ તરફ આપ નેતા યુવરાજસિંહે આ કાયદાની સરાહના કરી હતી અને કહ્યું હતું કે કાયદો કાગળ પર ન રહી જાય તે જરૂરી છે. સાથે જ આ કાયદો વહેલા લાવવાની જરૂર હોવાનું પણ યુવરાજસિંહે કહ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT