Gujarat Budget 2024-25: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. આજે નાણામંત્રી દ્વારા ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવાામં આવ્યું છે. આગામી સમયમાં રસ્તાઓની ગુણવત્તા, હયાત બ્રિજની ચકાસણી તથા સુદ્રઢીકરણ અને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારો માટે હાઇ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવાની સરકારની પ્રાથમિકતા છે.
ADVERTISEMENT
માર્ગ અને મકાન વિભાગ માટે અન્ય શું જોગવાઈઓ કરાઈ?
• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે 5000 કરોડની જોગવાઇ.
• દરિયા કાંઠે આવેલ હયાત રસ્તાઓનું મજબૂતીકરણ,અપગ્રેડેશન,ખૂટતીકડીના રસ્તાઓ અને નાના મોટા પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટે 2440 કરોડના આયોજન અન્વયે પ્રથમ અને બીજા તબક્કાના કુલ 46 રસ્તાઓ અને પુલો માટે 979 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ છે.
• સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા પ્રથમ અને બીજા તબક્કાના રસ્તાઓ માટે 284 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
• ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરીડોર તરીકે અંદાજિત 3100 કરોડના ખર્ચે વિકસાવવા રાજય સરકારે નિર્ણય કરેલ છે. આ નિર્ણયના ભાગરૂપે વટામણ – પીપળી, સુરત – સચિન – નવસારી, અમદાવાદ – ડાકોર, ભુજ –ભચાઉ, રાજકોટ – ભાવનગર, મહેસાણા – પાલનપુર સહિત 6 હાઇસ્પીડ કોરીડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેના માટે 222 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
• દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતાં કુલ 17 રસ્તાઓના વિકાસ માટે 568 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
• જૂના પુલોના પુન: બાંધકામ, મજબુતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગના 530 કરોડના કામો માટે 270 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 14 રસ્તાઓનું નિર્માણ
• મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 14 રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની 1159 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની 1749 કરોડની અંદાજિત કિંમતની કામગીરી અન્વયે રાજ્યના 3015 કિલોમીટરના ગ્રામ્ય માર્ગોની 660 કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેના માટે 600 કરોડની જોગવાઈ છે.
• વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે 246 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
• ભરૂચ દહેજ રસ્તા પર 420 કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંકશન સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરી પ્રગતિ હેઠળ.
રાજસ્થાન સર્કલ ખાતે કેબલ સ્ટેઇડ ઓવરબ્રીજનું નિર્માણ
• કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ-૬૫ ના રસ્તાને વિકસાવવા માટે 200 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
• હિંમતનગર બાયપાસના રસ્તાને 75 કરોડના ખર્ચે ચાર માર્ગી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.
• ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પર રાજસ્થાન સર્કલ ખાતે કેબલ સ્ટેઇડ ઓવરબ્રીજનું 136 કરોડનું કામ પ્રગતિ હેઠળ.
• સાબરમતી નદી પર સાદરા ગામ પાસે બ્રીજ બાંધવાનું 89 કરોડનું કામ પ્રગતિ હેઠળ.
• ગાંધીનગર-પેથાપુર મહુડી રોડમાં ફ્લાય ઓવર, રસ્તાનું ચાર માર્ગીયકરણ અને જંક્શન સુધારણા માટે 125 કરોડનું કામ પ્રગતિ હેઠળ.
નવા કામો
આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે.
ADVERTISEMENT